રાજકીય ફંડીંગ પર ઈન્કમ ટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જેમાં દિલ્હી સહિત દેશના 50 અલગ અલગ ઠેકાણા પર દરોડા ચાલી રહ્યા છે.
રાજકીય ફંડીંગ પર ઈન્કમ ટેક્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. જેમાં દિલ્હી સહિત દેશના 50 અલગ અલગ ઠેકાણા પર દરોડા ચાલી રહ્યા છે. કહેવાય છે કે, ચૂંટણી પંચના રિપોર્ટના આધાર પર ઈન્કમ ટેક્સની રેડ પાડવામાં આવી છે. રેડમાં 300થી વધારે પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે અને તેમાં સીઆરપીએફના જવાનો પણ સામેલ છે.
- Advertisement -
એન્ટ્રી ઓપરેટર અને વેપારીઓ પર દરોડા
ઈન્કમ ટેક્સ વિભાગના દરોડા દિલ્હી ઉપરાંત હરિયાણા, યુપી, રાજસ્થાન, ગુજરાત અને મહિરાષ્ટ્ર સહિત 50 જગ્યા પર દરોડા ચાલી રહ્યા છે. દરોડા એન્ટ્રી ઓપરેટર અને વેપારીઓ પર થઈ રહ્યા છે, જે નાની રાજકીય પાર્ટીઓના એન્ટ્રી ઓપરેટર દ્વારા ડોનેશન આપી રહ્યા છે અને ડોનેશનના બદલામાં કૈશ પાછા લઈ રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, ચૂંટણી પંચના રિપોર્ટમાં એ વાત સામે આવી હતી કે, અમુક રાજકીય પાર્ટીઓ ખોટી રીતે ફંડ લઈ રહી છે. જે બાદ આઈટી વિભાગે દરોડા પાડવાનું શરુ કર્યું છે. આ દરોડા બાદ અમુક કોર્પોરેટ કંપની અને અમુક રાજકીય પાર્ટીઓ પર ગાળીયો ફીટ થઈ શકે છે.
- Advertisement -