પેરોલ ફર્લોની ટીમે ત્રણેય આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
ભાવનગરમાં GSTના બોગસ બીલિંગ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયા છે. તેમાં GSTને લગતા ખોટા દસ્તાવેજો બનાવીને કૌભાંડ કરવામાં આવ્યું છે. 1000 કરોડથી વધુની રકમના બોગસ બીલિંગ કૌભાંડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં નામ ખુલતા કાર્યવાહી થઇ છે.
- Advertisement -
1 વર્ષથી ધરપકડના ભયથી ભાગતા ફરતા હતા. જેમાં GSTના બોગસ બીલિંગ કેસમાં નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયા છે. પાલીતાણા ટાઉનમાં ૠજઝને લગતા ખોટા દસ્તાવેજો બનાવી આચરેલા બોગસ બીલિંગ કૌભાંડમાં નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયા છે. તેમાં 1000 કરોડ કરતા વધારે રકમના બોગસ બીલિંગ કૌભાંડમાં આરોપીઓના નામ તપાસ દરમ્યાન ખુલ્યા હતા. 1 વર્ષ જેટલા સમયથી આરોપીઓ ધરપકડના ભયથી ભાગતા ફરતા હતા. તથા પેરોલ ફર્લોની ટિમે ત્રણેય આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
તાજેતરમાં ભાવનગર સેન્ટ્રલ GSTકચેરીએ કરોડો રૂપિયાનું GST કૌભાંડ ઝડપી પાડ્યું હતુ. તેમાં 9 કરોડથી વધુના ૠજઝ કૌભાંડમાં મોરબીના ઈઅ સહિત 2 પેઢીના માલિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર સેન્ટ્રલ ૠજઝ કચેરી દ્વારા ભાવનગરમાં કરોડો રૂપિયાનું GST કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતુ, જેમાં પોરબંદર અને જૂનાગઢમાં બોગસ પેઢી બનાવી ખોટી વેરાશાખા મેળવનારી 4 પેઢીઓ ઝડપાઈ હતી. આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઈન્ડ મોરબીનો ઈઅ હતો. ઇમીટેશન જ્વેલરીના વ્યવસાય સાથે જોડાયેલી પોરબંદર અને જૂનાગઢની 4 પેઢી માત્ર કાગળ પર ચાલતી હતી. આ પેઢીઓ દ્વારા 9.41 કરોડનો ઈનવર્ટેડ ડ્યુટી ટેક્સ સ્ટ્રક્ચર હેઠળ દાવો કર્યો હતો અને અત્યાર સુધીમાં 6.71 કરોડનું રિફંડ મેળવી લીધું હતું.
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મોરબીનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મંથન બિપીનભાઈ સાદરાણી હોવાનું જણાતા વિભાગ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, ભાવનગરની કોર્ટમાં રજૂ કરી 17.08.2024 સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ કૌભાંડમાં 2 પેઢીના કાયદાકીય માલીકોની ધરપકડ કરવામાં આવી,જેમને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.