ધારાસભ્યની કડક ચેતવણી બાદ પોલીસે આળસ ખંખેરી, ત્રણ આરોપીઓ ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં બે દિવસ પહેલા જ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા વિડીયો સંદેશ મારફતે પોલીસને સ્પાના ઓઠા હેઠળ ચાલતા કુટણખાના બંધ કરાવવાની કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી ત્યારે મોરબી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ દ્વારા લખધીરપુર રોડ ઉપર ટોકિયો સ્પામાં દરોડો પાડીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
- Advertisement -
મોરબી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે મોરબીના લખધીરપૂર રોડ ઉપર આવેલ ટોકિયો સ્પામાં દરોડો પાડતા સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાનું અને સંચાલકે બે એજન્ટોને ગ્રાહકો શોધવા કામે રાખ્યા હોવાનું ખુલતા ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. વધુમાં પોલીસે સંચાલક વિપુલ રામાશ્રય પાંડે (રહે.યમુનાનગર મોરબી), ગ્રાહકો શોધવાનું કામ કરતા સાગર મનસુખભાઇ સારલા અને જીવણ બચુભાઈ ચાવડા નામના આરોપીઓને દબોચી લઈ તાલુકા પોલીસને સોંપી આપ્યા હતા. સ્પા સંચાલક પાસેથી પોલીસે રોકડા રૂૂપિયા 10,650, ચાર મોબાઈલ ફોન સહીત રૂૂ. 16,150 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.