– વળતા જવાબમાં વધુ મોટો ત્રિરંગો ફરકાવાયો: બ્રિટીશ સરકાર સમક્ષ વિરોધ નોંધાવતું ભારત
ભારતમાં ખાલીસ્તાની તરફી નેતા અને ‘વારીસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલની ધરપકડ માટે પંજાબમાં શરૂ કરાયેલા ઓપરેશનના પડઘા છેક લંડનમાં પડયા હતા. ખાલીસ્તાની સમર્થકોએ લંડનમાં ભારતીય દૂતાવાસ પરનો રાષ્ટ્રધ્વજ ઉતારવા માટે કોશીશ કરી હતી અને ખાલીસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા
- Advertisement -
પરંતુ દૂતાવાસના અધિકારીઓએ હિમત દાખવીને ખાલીસ્તાનીઓની કોશીશ નિષ્ફળ બનાવ્યા બાદ વધુ વિશાળ ત્રિરંગો દૂતાવાસ પર લહેરાવી દીધો હતો. બાદમાં લંડન પોલીસે ભારતીય દૂતાવાસને વધુ સુરક્ષા આપી છે તો બીજી તરફ ભારતે આ ઘટના અંગે બ્રિટીશ વિદેશી કચેરી સમક્ષ આકરી ભાષામાં ફરિયાદ નોંધાવી છે અને બ્રિટન પોલીસે ખાલીસ્તાની સમર્થકને છેક દૂતાવાસ સુધી પહોચવા દીધા તેથી ભારતના દૂતાવાસ તથા સ્ટાફની સલામતી પણ જોખમાઈ છે. ગઈકાલે સાંજે બનેલી આ ઘટના પર ખાલીસ્તાની સમર્થકો સામે કાર્યવાહીની પણ માંગ કરી છે.