દાળ પકવાન, પાણીપુરી, લચ્છી, ખીચું, છોલે, પુરી શાકના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગની ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના પ્રેમ મંદિર તથા કિડની હોસ્પિટલની પાછળના વિસ્તારમાં ખાદ્યચીજોના વેચાણ કરતાં ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કુલ 19 ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી હતી.
ચકાસણી દરમિયાન 6 ધંધાર્થીઓ પાસે જરૂરી ફૂડ લાઇસન્સ ન હોવાનું જણાતા તેમને તાત્કાલિક લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે બાકીના ધંધાર્થીઓની ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત માપદંડોની તપાસ કરવામાં આવી હતી. આ સાથે સ્થળ પર ખાદ્યચીજોના કુલ 17 નમૂનાની પ્રાથમિક ચકાસણી પણ કરવામાં આવી હતી. ચામુંડા મેગી સેન્ટર, બાલાજી છોલે ભટુરે, સ્વાતિ મદ્રાસ કાફે, ક્રિષ્ના સ્નેક્સ, રાધે જ્યુસ સેન્ટર અને દીલખુશ પાણીપુરીનો સમાવેશ થાય છે.
તે ઉપરાંત બાલાજી દાળ પકવાન, ચામુંડા અમેરિકન મકાઇ, ચામુંડા લચ્છી, ઝેનીશ ખીચું, શિવ છોલે કુલ્ચા, બાલાજી નાસ્તા ગૃહ, ક્રિષ્ના છોલે ભટુરે, રજનીકાન્ત દાળ પકવાન, મહાદેવ પૂરી શાક, શિવાંશ પાણીપુરી, બાલાજી પાણીપૂરી, રાધે ક્રિષ્ના દાળ પકવાન અને રજનીકાન્ત મદ્રાસ કાફે સહિતના ધંધાર્થીઓની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી.
કુલ 8 ખાદ્ય વસ્તુના નમૂનાઓ લેવાયા
(1) ગોળ શીંગ ચીકી (લુઝ): સ્થળ- સંગમ વેરાઇટી સ્ટોર્સ, સદર બજાર મેઇન રોડ
(2) શીંગ માવા ચીકી (લુઝ): સ્થળ- સંગમ વેરાઇટી સ્ટોર્સ, સદર બજાર મેઇન રોડ
(3) રોઝ પેટલ- શીંગ ચીકી (લૂઝ): સ્થળ- સંગમ વેરાઇટી, સદર બજાર મેઇન રોડ
(4) દાળિયાની ચીકી (લુઝ): સ્થળ- સંગમ વેરાઇટી, સદર બજાર મેઇન રોડ
(5) સીંગની ચીકી (લુઝ): સ્થળ- ઓમ સિઝન સ્ટોર, સદર બજાર મેઇન રોડ
(6) તલનું કચરિયું (લુઝ): સ્થળ- ઓમ સિઝન સ્ટોર, સદર બજાર મેઇન રોડ
(7) સીંગની ચીકી (લુઝ): સ્થળ- ભાવના ફૂડ્સ, લખાજીરાજ ઉદ્યોગનગર-06, ચુનારાવાડ ચોક,
(8) તલની ચીકી (લુઝ): સ્થળ- ભાવના ફૂડ્સ, લખાજીરાજ ઉદ્યોગનગર-06, ચુનારાવાડ ચોક



