દારૂના 100 અને ટ્રાફિક ભંગના 674 કેસ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ થર્ટી ફર્સ્ટ અને ન્યુયરના દિવસોમાં દારૂ પીને છાકટા બનનાર ઇસમો સામે પોલીસે ઘોસ બોલાવવાનું શરૂ કર્યુ છે. જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં પોલીસે પ્રોહીબીશન ડ્રાઇવ અને ટ્રાફીક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કુલ 774 લોકો પોલીસની ઝપટે ચડયા છે. આગામી થર્ટી ફર્સ્ટ નવા વર્ષને લઇને વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે. એ,બી,સી, ભવનાથ અને તાલુકા પોલીસ સ્ટેશનની બે-બે ટીમ દ્વારા પીધેલાઓને પકડવા ઉપરાત વાહનમાં બ્લેક ફિલ્મ, હથિયાર સાથે નિકળતા તત્વોને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ પ્રમાણે કેશોદ ડીવીઝનના બી.સી.ઠકકર, ડી.વી. કોડીયાતરના માર્ગદર્શનમાં પણ કવાયત શરૂ કરવામાં આવી છે. ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના વાહનો સહિતના કુલ 674 ઇસમો સામે કાર્યવાહી કરી 1.38 લાખ તેમજ દારૂના 100 શખ્સો સામે કાર્યવાહી કરી 98.064 દંડ વસુલ્યો હતો.
થર્ટી ફર્સ્ટના દિવસોમાં જૂનાગઢ પોલીસની ડ્રાઇવમાં 774 ઇસમો સામે કાર્યવાહી



