વેરાવળના પોશ વિસ્તારમાં ચાલતા કુટણખાના પર જનતા રેડ, બનાવ વખતે લોકોના ટોળાં એકઠા થયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
વેરાવળમાં પોશ વિસ્તાર ગણાતા મોદીની વાડી વિસ્તાર નજીક આવેલ એક રહેણાંક મકાનમાં છેલ્લા કેટલાક દિવસોથી અનૈતિક દેહવ્યાપાર ચાલતો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા પોલીસમાં આપવામાં આવી હતી.છેલ્લા કેટલાક દિવસોમાં અહીં આવા કૃત્ય વધતા આસપાસના સ્થાનિકો દ્વારા મંગળવારે જનતા રેડ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી.જેના પગલે સીટી પીઆઈ સહિતના અધિકારીઓ દોડી આવ્યા અને કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવ દરમિયાન સ્થાનિક લોકોના પણ મોડી રાત્રિ સુધી ટોળે ટોળા વળ્યા હતા અને પોલીસને પણ મંગળવારે 6 ફોન કર્યા બાદ પોલીસ આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.ત્યારે શહેરના હાર્દ સમા વિસ્તાર અને કોલેજની નજીક જ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ થવાથી રહીશોમાં પણ રોષ ફેલાયો છે. આ અંગે સિટી પીઆઈ એચ.આર.ગોસ્વામીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે દિપકભાઈ દિવ્યકાંતભાઈ ત્રિવેદીનું મકાન છે અને ત્યાં આવી પ્રવૃતિ આચરવામાં આવતી હતી તેમની સાથે તેમના પત્નીની સંડોવણી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે અને આરોપી બીજા એક મહિલા છે. તેઓ ગ્રાહકો શોધી વ્યાપાર કરાવતા હતા.હિરેનભાઈ કનૈયાલાલ વધવાની પણ પોલીસે અટલ કરી છે.જે આ પ્રવૃતિમાં ગ્રાહક તરીકે પકડાયેલા હતા.આ દરમિયાન ગ્રાહકો પાસેથી રૂ.2 હજાર વસૂલી અને ભોગ બનનારને રૂ.500 આપવામાં આવતા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.બાકીના આરોપીઓ અને દલાલ ભાગ પાડી લેતા હતા.પોલીસ દ્વારા મોટરસાઇક્લ અને રોકડ મળીને કુલ રૂ. 24 હજારનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો. છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.



