ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ થર્ટી ફસ્ટ અને ન્યુયરની ઉજવણીમાં નશાની હાલતમાં રખડતા ભટકતા ઇસમોની શાન ઠેકાણે લાવવા એસપી હર્ષદ મહેતા અને ડીવાયએસપી હિતેષ ધાંધલીયા સહિતના અધિકારીઓએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ હતુ. આ ફુટ પેટ્રોલીંગમાં ટ્રાફીક નિયમનનો ભંગ અને નશાની હાલતમાં કુલ 195 ઇસમો સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
થર્ટી ફસ્ટને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે શહેરમાં ચો તરફ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેની સાથે જિલ્લા પોલીસવડા સાથે 60 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા રેલ્વે સ્ટેશનથી આઝાદ ચોક સુધી ફુટ પેટ્રોલીંગ કર્યુ હતુ. જેમાં આમ નાગરિકો થર્ટી ફસ્ટ અને ન્યુયર જેવા તહેવારો શાંતિથી ઉજવણી શકે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખીને શાંતિ પૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે.