ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
કાલાવડ રોડ પર શ્રીજી હોટલ ખાતે તા. 7-12-2018ના રોજ પોસઈ એસ.ઓ.જી. ઓમદેવસિંહ પી. સિસોદિયા તથા હેડ કોન્સ્ટેબલ આર. કે. જાડેજા, ચેતનસિંહ ગોહિલ, પો.કે. ક્રિપાલસિંહ ચુડાસમા, નરેન્દ્ર ગઢવી વગેરે સ્ટાફ સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન કાલાવડ રોડ કેકેવી ચોક ખાતે પહોંચતા પોલીસ કોન્સ્ટેબલ આર. કે. તસ્થા ક્રિપાલસિંહ ચુડાસમા, નરેન્દ્ર ગઢવીને ખાનગી હકીકત મળેલ કે કાલાવાડ રોડ શ્રીજી હોટલ પાસે અજયસિંહ ઉર્ફે રિસ્કી ભાણું જાડેજા પોતાની પાસે ગે.કા. હથિયાર સાથે ઉભેલ હોય જેથી હકિકતવાળી જગ્યાએ પહોંચતાં હકીકતવાળી વ્યક્તિ ત્યાં મળી આવતા સાથેના પો.સ.ઈ. ઓ.પી. સિસોદિયાનાઓએ બે પંચોને બોલાવી હકીકત સમજ કરી પંચો રૂબરૂ મજકૂરનું નામ પૂછતાં પોતાનું નામ અજયસિંહ ઉર્ફે રીસ્કી ભાણુ કનકસિંહ જાડેજા (રહે. રાજકોટવાળા) હોવાનું જણાવેલ. જેના નેફામાંથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવેલ, જે મેળવી જોતાં તેમાં બે કાર્ટિજ લોડ કરેલ હોય જે કાર્ટિજ બહાર કાઢી ચેક કરતાં હથિયાર ચાલુ હાલતમાં હોય એક પ્લાસ્ટિકના બોક્ષમાં રાખી પંચો તથા પો.સ.ઈ.ની સહીવાળી કાપલીઓ રાખી લાખના દોર વડે સીલ કરી હથિયારની કિંમત ગણી મુદ્દામાલ કોઈપણ પાસ પરમિટ કે આધાર વગર રાખી મળી આવતાં જેની વિરૂદ્ધ આર્મ્સ એક્ટની ક. 25(1-બી) મુજબનો ગુન્હો બનતો હોય જેથી ફરિયાદ આપેલ પો.સ.ઈ. સીસોદિયાએ આરોપીની ધોરણસર અટક કરેલ અને મુદામાલ એફ.એસ.એલ.માં મોકલી આપેલ.
- Advertisement -
ઉપરોક્ત કેસ રાજકોટની નામદાર કોર્ટમાં ચાલી જતાં પોલીસ ફરિયાદી, તપાસ અધિકારી સહિત ટોટલ 11 સાક્ષીઓ તપાસવામાં આવેલ તથા એફએસએલ રિપોર્ટ રજૂ કરવામાં આવેલ જેમાં આ મુદ્દામાલ પિસ્તોલ હોવાનું તથા ચાલુ હાલતમાં હોવાનું જણાય આવેલ. આરોપીના વકીલ કુલદિપસિંહ જાડેજાની ઉલટતપાસમાં ખુલવા પામેલ કે પંચ સાહેદની જુબાની ઉપરથી એવું ક્યાંય સાબિત થતું નથી કે હાલનું હથિયાર આરોપી પાસેથી રિકવર થયેલ હોય તેવો એકપણ સાહેદ સ્થાનિક કે રિસ્પેકટબલ નથી. આર્મ્સ એક્ટના કેસમાં કલ 39 મુજબની મંજૂરીનો હુકમ મેળવેલ છે પરંતુ યોગ્ય રીતે મેળવેલ નથી.
આ મંજૂરી હુકમ નાયબ પો.કમિશનર ઝોન-2 રાજકોટ શહેર દ્વારા આપવામાં આવેલ છે અને મંજૂરી મેળવતા પહેલાં ના.પો.કમિશનર ઝોન-2 સમક્ષ તપાસના કાગળો મુદામાલ તમંચો અને એફએસએલ રિપોર્ટ મૂકવો જરૂરી હોય છે જેનું પાલન કરવામાં આવેલ નથી, મુદ્દામાલ બે મહિના સુધી એફએસએલમાં મોકલતા પહેલાં કોની કસ્ટડીમાં હતો તેનો ખુલાસો કરવામાં આવેલ ન હતો. આથી આ તમામ સાહીઓના નિવેદનો, હાઈકોર્ટ-સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ તથા આરોપીના વકીલ તથા સરકારી વકીલની લંબાણપૂર્વકની મુદ્દાસર દલીલોના આધારે આરોપી અજયસિંહ ઉર્ફે રિક્કી ભાણુને ના.કોર્ટ કેસ પુરવાર ન થઈ શકતાં નિર્દોષ જાહેર કરેલ છે.
આ કેસમાં આરોપી વતી રાજકોટના કુલદિપસિંહ બી. જાડેજા, શિવરાજસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, જયોત્સનાબા બી. જાડેજા, હેતલ ભટ્ટ, રિંકલ પરમાર, ભૂમિલ સોલંકી રોકાયેલા હતા.