ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે આજથી દસેક વર્ષ પહેલાં સદર પોલીસ ચોકી સામે સોમનાથ ડાઈનીંગ હોલ નામની હોટેલ પ્રવીણભાઈ ચમનભાઈ તથા મુકેશ બટુકભાઈ સીંધવ બંને ભાગીદારીમાં ચલાવતા હતા. રાત્રે બંને હોટલ બંધ કરીને ઘરે જતા રહેલ હતા અને સવારે હોટલ આવતા હોટલના તાળા તૂટેલ જોવા મળેલ. રોકડ રકમ, ગેસના બાટલા તથા માલસામાનની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આ કામમાં પી.એસ.આઈ. ખરાડીએ તપાસ કરતાં આરોપી પ્રવીણ કેશુભાઈ રાઠોડ, લક્ષ્મણસિંહ કુંવરસિંહ વગેરે જામટાવર ચોકમાં રીક્ષા પડેલ ત્યાં આ ત્રણેય વ્યક્તિ ઉભેલા માલુમ પડેલું હતું તેમાં રહેલા ગેસના બાટલા અંગે પૂછપરછ કરતાં બાટલો ચોરીનો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ઓટો રીક્ષા અને ગેસના બાટલા અને આરોપીની ધરપકડ કરી હતી.
- Advertisement -
આ કામમાં ત્રીજા આરોપી સતીષ બાલાભાઈ પરમારની પોલીસે તપાસમાં ધરપકડ કરી હતી. આ કામમાં તપાસનીશ અમલદાર સી. કે. ખરાડી અને આર. વાય. રાવલ પીએસઆઈએ આરોપીઓ સામે પૂરતો પુરાવો હોય મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસના અંતે ત્રણેય આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ મુકેલી હતી. આ કામમાં બે આરોપી કોર્ટમાં હાજર રહેતા ન હોય આરોપી સતીષ બાલાભાઈ પરમારે કોર્ટને પોતાનો કેસ અલગ કરી ચલાવવા માટે અરજી કરતાં કોર્ટે મંજૂર કરેલી અને આ કામમાં સાહેદો, પંચો તથા ત.ક. અધિકારીની કોર્ટ સમક્ષ જુબાની લેવામાં આવેલી હતી અને કોર્ટ દ્વારા આરોપીની સામે ઘરફોડ ચોરીનો ગુન્હો સાબિત થતો ન હોય, આરોપી સતીષ બાલાભાઈ પરમારને રાજકોટના એડી. ચીફ. જ્યુડી. મેજી. જજ જે. વી. પરમારે નિર્દોષ ઠરાવી છોડી મુકેલા હતા. આ કામે આરોપી સતિષ બાલાભાઈ પરમાર તરફે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી દિલીપ પટેલ, કલ્પેશ નસીત રોકાયેલા હતા.