પતિ પરસ્ત્રી સાથે રહેવા જતો રહેતા ભરેલું પગલું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
શહેરના કોઠારીયા રોડ પર આવેલ સૂર્યોદય સોસાયટીમાં રહેતાં મહિલાને છોડીને તેનો પતિ પરસ્ત્રી સાથે રહેવા જતો રહ્યો હોઇ આ કારણે મહિલાએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુર્યોદય સોસાયટીમાં રહેતાં હંસાબેન પરબતભાઇ ડાંગર ઉ.38 નામના મહિલાએ ગત તારીખ 5ના રોજ એસિડ પી લેતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં અહિ આજે સારવાર દરમિયાન મોત નિપજતા ભક્તિનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર હંસાબેનના લગ્ન 19 વર્ષ પહેલા થયા હતાં સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પરિવારજનોના કહેવા મુજબ હંસાબેનના પતિ તેણીને મુકીને જતાં રહ્યા બાદ હાલ મેટોડા અન્ય એક મહિલા સાથે રહે છે. આ કારણે હંસાબેન સતત ચિંતામાં રહેતાં હતાં અને સંતાનોની પણ ચિંતા થતી હતી. પાંચમીએ કુટુંબીજનો કેશોદ લૌકિક ક્રિયામાં ગયા હતા ત્યારે તે ઘરે એકલા હોઇ એસિડ પી લીધુ હોવાનું જાણવા મળ્યું છે.