છેલ્લા સાત વર્ષમાં સવા લાખથી વધુ સોનોગ્રાફીના સચોટ પરિક્ષણ કર્યા
ઘસારાને પહોંચી વળવા ટ્રસ્ટ દ્વારા મહીલા સહિત ત્રણ રેડિયોલોજિસ્ટની નિમણૂક
- Advertisement -
અન્યની હોસ્પિટલ-ક્લિનિકની તુલનાએ દાર્શનિક રીતે ચાર્જમાં 30થી 40% જેટલી રાહત થતી હોવાનો પંચનાથ હોસ્પિટલ તંત્રનો દાવો
ખાસ-ખબર સંવાદદાતા
સવા વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાની સેવા કાજે શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મંગળાબેન ડાયાભાઇ કોટેચા હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં જનતા તરફથી મળી રહેલા પ્રચંડ પ્રતિસાદને કારણે હોસ્પિટલના દરેક વિભાગો જેમકે આઈ પી ડી, ઓ પી ડી, રેડિયોલોજી લેબોરેટરી દાંત આંખ કાન નાક ગળા જનરલ રોગો ઓર્થોપેડીક મેડીસીન યુરોલોજીશસ્ત્રક્રિયા બાળરોગ સ્ત્રીરોગ જેવા વિભાગો ધમધમવા લાગ્યા છે. સાથોસાથ સોનામાં સુગંધ ભળે તે રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ ધારકોને સરકારી ગાઇડ લાઇન મુજબ સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી આ યોજનાનો લાભ મેળવવા રૂબરૂમાં અથવા તો ફોનના માધ્યમ થકી દરરોજ સેંકડો લોકો જાણકારી મેળવી રહ્યા છે.
અન્યની તુલનાએ દાર્શનિક રીતે ચાર્જમા 30 થી 40% જેટલી રાહત થતી હોવાથી છેલ્લા સાત વર્ષમા સવા લાખથી વધુ લોકોએ સોનોગ્રાફીના સચોટ અને સફળ પરિક્ષણો કરાવ્યા રોજબરોજના ઘસારાને પહોંચી વળવા મહીલા સહિત ત્રણ રેડિયોલોજીસ્ટની નિમણૂક કરવામાં આવી સાથોસાથ ત્રણ અત્યાધુનિક ટેકનોલોજી સભર ઉપકરણો કાર્યરત કરવામાં આવ્યા જેને પરિણામે 20 કે 30 મીનીટમાં તબીબ દ્વારા સૂચવાયેલા પરિક્ષણો કરીને દર્દીનો રીપોર્ટ આપી દેવામાં આવે છે ઇમરજન્સી અથવા તો વ્હીલચેર પર બેસીને આવેલા દર્દીઓને અગ્રતા આપવામાં આવે છે.
હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગમા પ્રેગ્નન્સી, જીનેટિક બિમારી શરીરના કોઈ પણ અંગની બિમારી કે દુ:ખાવાઓ ગળામાં કાકડા થાઇરોઇડ બ્રેસ્ટ કેન્સર અને પ્રેગ્નન્સી દરમ્યાન ગર્ભમા રહેલ બાળકનો થતો વિકાસની પરિસ્થિતિ જાણવા માટે તબીબો દ્વારા સૂચવાયેલા પરિક્ષણો કરવામાં આવે છે.
- Advertisement -
હાલમાં ઘસારાને પહોંચી વળવા હોસ્પિટલમાં ડો. પ્રતીક્ષા કાપડિયા ઠક્કર કે જેઓએ બી જે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતેથી એમ ડી રેડિયોડાયગનોસીસની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેઓએ પોતાની બે વર્ષથી વધુ કારકિર્દી દરમ્યાન અનેક સફળ સોનોગ્રાફીના સચોટ પરિક્ષણો કરીને સારી એવી નામના મેળવી છે. તેઓ સવારે 9/30 થી 12 વાગ્યા સુધી મળી શકે છે. ડો કેતન ગઢીયાએ પણ રેડિયોલોજીની ઉપાધી પ્રાપ્ત કરી ચૂક્યા છે તેઓ પણ બે વર્ષની કારકિર્દી ધરાવે છે તેઓ સવારે 8 થી 11 ફરજ પર હાજર હોય છે. ડો આકાશ પાંચાણી કે જેઓએ કોચી એઇમ્સ હોસ્પિટલ ખાતેથી રેડિયોડાયગનોસીસની ઉપાધી મેળવી ચૂક્યા છે ચાર વર્ષનો અનુભવ ધરાવે છે તેઓ બપોરે 12 થી સાંજ સુધી મળી શકે છે. શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાંગભાઈ માંકડ, માનદમંત્રીશ્રી મયુરભાઈ શાહ, કોષાધ્યક્ષશ્રી ડી વી મહેતા, ટ્રસ્ટીશ્રીઓ ડો રવીરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઈ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા જેવા નિસ્વાર્થ સેવાના ભેખધારીઓ હોસ્પિટલના તમામ વિભાગો સતત ધમધમતા રાખવામાં સફળ રહ્યા છે
વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (9879570878) અથવા તો હોસ્પિટલના બીજા માળના ઇન્ચાર્જ શ્રી રમીઝભાઇ જીવાણી (9033949483) નો અન્યથા હોસ્પિટલના લેન્ડલાઇન નંબર 02812223249/2231225 પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે.
2ડી, 3ડી/4ડી, ખોડખાપણ (ANOMALY-NT SCAN), સારંગ ગાંઠ, પથરી, લીવર, કિડની, ગર્ભાશય,
પ્રોસ્ટેટ, પેટ આંતરડા, કલર ડોપ્લરવગેરે પ્રકારની સોનોગ્રાફી નિયમિત રાહત દરે કરવામાં આવે છે