બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને લાયક ઉમેદવારો આ તારીખથી ઓનલાઈન અરજી કરી શકશે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ મુજબ લાયક ઉમેદવારો 5 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકશે.
- Advertisement -
ભરતી પસંદગી સમિતિ એ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ-2022માં લેવાયેલ HMATપરીક્ષામાં પાસ થયેલ અને લાયકાત ધરાવતા ઉમેદવારો આચાર્ય ભરતીની વેબસાઈટ https://gsere.in/ પર જઈને અરજી કરી શકે છે.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઉમેદવારો 5 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાતની સામાન્ય જોગવાઈઓ તેમજ ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની રીત અંગેની વિગતવાર સૂચનાઓ પણ આચાર્ય ભરતીની વેબસાઈટ https://gsere.in/પર જોવા મળશે.