ખાસ-ખબર ન્યૂઝ પાલીતાણા
પાલિતાણામાં ભવ્ય થી ભવ્ય છ:રીપાલિતા સંઘ ઇતિહાસીક બની ગયો શ્રીમતી સુંદરબેન ગોકુલચંદજી પોખરના મોખુંદા મેવાડ રાજહંસ પરિવાર દ્વારા આયોજિત હસ્તગીરી છે શત્રુંજય મહાતીર્થ છરિપાલિત સંઘ નું મંગલ પ્રયાણ આજીવન ગુરુ ગૂણચરણોપાસક 465 શ્રમણિગણનાયક મહાવિદેહ ધામ આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરિજી ની નિશ્રામાં હસ્તગિરીના 180 ફૂટ શિખર પર ધજા ચડાવી સિદ્ધવડની ધરતી પર પહોંચ્યા હતા ત્યાં ધ્વજ ફરકાવવામાં આવી હતી. આચાર્યશ્રી નિત્યસેનસૂરિજી મારાજ સાહેબ સાથે મુલાકાત કરી હતી. અને સંઘપતિજીનું બહૂમાન કરાયું હતું. રાજહંસ પરિવાર દ્વારા આયોજિત 1650 યાત્રિકો ભવ્ય થી ભવ્ય સંઘ પૂજ્ય ગુરુદેવ શ્રીની નિશ્રામાં શ્રી શત્રુંજય ગિરનાર વિરાટ છરિપાલિત સંઘ સવારે 9 કલાકે પાલીતાણા નવી પેઢી ખાતેથી 1650 યાત્રાળુઓની ભવ્યાતિ થી ભવ્ય છ રિપાલીત સંઘ આયોજન કરવામાં આવ્યુ હતું.