રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મોહન પાંભરે આપેલા ચેક રિટર્ન થતાં ફરિયાદ; કોર્ટે ટ્રાયલ લંબાવવાના ઈરાદા તરીકે અરજીને ગણી કુટુંબી આરોપીની ડિજિટલ અરેસ્ટનો ભય બતાવી રૂ.20 કરોડની છેતરપિંડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના મેટોડામાં પટેલ સેલ્સ એજન્સીના નામે હોલસેલ ધંધો કરતા ફરીયાદી મહેશ અરજણભાઈ પાંભર પાસેથી તેના જ ગામના અને કૌટુંબિક ભાઈ થતા આરોપી મોહનભાઈ દેવશીભાઈ પાંભરે ધંધા માટે ₹27,50,000/- લીધા હતા. આ રકમ પરત કરવા માટે આપેલ ચેક રિટર્ન થતાં મહેશ પાંભરે રાજકોટની અદાલતમાં આરોપી વિરુદ્ધ ચેક રિટર્ન (ગ.ઈં. અભિ)ં અંતર્ગત ફરિયાદ દાખલ કરી હતી.
આ કેસની ચાલુ ટ્રાયલ દરમિયાન, આરોપી મોહન પાંભરે ચેકને હેન્ડ રાઈટિંગ એક્સપર્ટ (ઋજક) માં મોકલવા માટે અરજી કરી હતી, જે રાજકોટના મહે. એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબે નામંજૂર કરતો હુકમ ફરમાવ્યો છે.
ફરીયાદી મહેશ પાંભરના વકીલ સુરેશ ફળદુ સહિતની ટીમે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, જ્યારે ચેકમાં આરોપીની સહીનો ઈન્કાર ન હોય, ત્યારે ચેકની બોડીમાં લખાયેલી વિગતો ચેક ધારણકર્તા દ્વારા ભરવામાં આવી હોય તો પણ તે માન્ય ગણાય છે. ગ.ઈં. એક્ટની જોગવાઈ મુજબ, કાયદેસરના લેણા પેટે અધૂરી વિગતો સાથે ચેક આપેલ હોય ત્યારે ધારણકર્તા કાનૂની કાર્યવાહી કરી શકે છે. વકીલે જણાવ્યું કે આરોપીનો ઈરાદો માત્ર ટ્રાયલ વિલંબમાં નાખવાનો છે.
બંને પક્ષોને સાંભળીને કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું કે, આરોપીએ ચેકમાં પોતાની સહી હોવાનું અને તે પોતાના બેંક ખાતાનો ચેક હોવાનું સ્વીકારેલ છે.
આવા કિસ્સામાં, ફરીયાદીની તરફેણમાં અનુમાન કરવાનું રહે છે. કોર્ટે અવલોકન કર્યું કે, ચેક હેન્ડ રાઈટિંગ એક્સપર્ટમાં મોકલવામાં આવે તો પણ આરોપીના બચાવને કોઈ મહત્વનો ફાયદો થતો નથી, કારણ કે હેન્ડ રાઈટિંગનો અભિપ્રાય માત્ર એક અભિપ્રાય છે, તે ’ક્ધક્લુઝિવ પ્રૂફ’ નથી. આરોપીનો ઈરાદો ટ્રાયલ લંબાવવાનો સ્પષ્ટ જણાતા, કોર્ટે ઋજક માં ચેક મોકલવાની અરજી નામંજૂર કરી હતી. ફરીયાદી મહેશ પાંભર વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી સહિતની ટીમ રોકાયેલી હતી.



