લાપતા પ્રકાશ જૈનના ભાઈએ આપી પોલીસ મથકમાં અરજી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપી પોલીસના કબજામાં છે, જ્યારે બાકીના ફરાર આરોપીઓને શોધવામાં પોલીસ લાગી છે. દરમિયાન ફરાર આરોપી પ્રકાશ હિરણ (જૈન) ખુદ આગની ઝપટમાં આવી ચૂક્યો હોઈ શકે છે. આ અંગેની એક અરજી પ્રકાશ જૈનના વડોદરા રહેતા ભાઈએ એ મિત્ર મારફત પોલીસમાં આપી છે.
- Advertisement -
વડોદરા સાવલી રોડ ઉપર રહેતા જિતેન્દ્રભાઈએ આપેલી અરજીમાં જણાવ્યું હતું કે મારો ભાઈ પ્રકાશ કનૈયાલાલ હિરણ છે અને તે ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે મારો ભાઈ અંદર જ હતો. આ અકસ્માત પછી તેમનો અમારી સાથે કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. તપાસ કરતાં ખબર પડી કે મારા ભાઈની ગાડી પણ ત્યાં જ પડેલી છે. તેના બધા જ કોન્ટેક્ટ નંબર ઘટના પછી સ્વિચ ઓફ આવે છે પ્રકાશભાઇનો કોઇ પત્તો નથી. 2-3 દિવસથી તેમનો ફોન સ્વિચ ઓફ આવે છે. તેમનો જે છેલ્લો વીડિયો આવ્યો છે એમાં એવું જોવા મળે છે કે તેઓ આગ બુજાવવા અંદર ગયા હતા, પરંતુ તેમને બહાર નીકળતાં કોઇએ જોયા નથી. અગ્નિકાંડમાં જે લોકો મૃત્યુ પામ્યા તેમની ઓળખ માટે ઘણા લોકોના ઉગઅ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાક ઉગઅ મેચ પણ થઈ ગયા છે. એટલે ચિંતામાં ગરકાવ થયેલા પ્રકાશ હિરણના પરિવારે ઉગઅ સેમ્પલ આપવાની પણ તૈયારી દર્શાવી છે.