વર્ષ 2024માં ઘર પાસે રમતી બાળકીને ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે વર્ષ 2024માં પાંચ વર્ષીય બાળકી સાથે 41 વર્ષના નરાધમે દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે 20 વર્ષની સજા સંભળાવી છે. જાણવા મળતી વિગતો અનુસાર વર્ષ 2024માં ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની પાંચ વર્ષીય બાળકી પોતાના ઘરની બહાર રમતી હોય ત્યારે ગામના જ 41 વર્ષીય મુકેશ ઉર્ફે મુન્ના તેજાભાઇ બારોટ દ્વારા બાળકીને ત્યાંથી લલચાવી લઈ જઈ અવાવરું જગ્યાએ રિક્ષામાં બાળકીનું મોઢું દબાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જ્યારે આ અંગે બાળકીના પરિવારજનોને જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથક ખાતે નરાધમ શખ્સ વિરુધ ગુન્હો નોંધાવ્યો હતો જે અંગેનો કેશ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટ ખાતે ચાલી જતા દશાહીના જેટલા ટૂંકા સમયમાં જ કેસના પુરાવા, દલીલો, સાક્ષીઓ તપાસી આરોપી મુકેશ ઉર્ફે મુન્ના તેજાભાઇ બારોટને 20 વર્ષની સજા સંભળાવી દોષિત જાહેર કર્યો હતો.



