ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ગોકુલધામ વિસ્તારમાં રહેતાં ફરિયાદીએ રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં બિભત્સ માગણી, છેડતી અને એટ્રોસિટી એકટ મુજબની ફરિયાદ નોંધાવી હતી. જે અન્વયે પોલીસ દ્વારા આ કામના આરોપીઓ પરીક્ષિત ઉર્ફે પરીયા બળદાની રાજકોટના માલવિયાનગર પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી.
ફરિયાદીએ પોતાના ઘરે હાજર હતા અને ફોન મારફત ફરિયાદીને પૈસાની જરૂરિયાત ઉભી થતાં પોતાના મિત્ર જંગલેશ્ર્વરમાં રહેતાં સોહીલને ફોન કરેલો જેથી સોહીલ તા. 14-1-2025ના રોજ રૂા. 10,000 આપવા માટે ઘરે આવેલો હતો અને બંને પોતાના ઘરમાં બેઠા હતા ત્યારે ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદીને બહાર બોલાવતા પોતે ઘરની બહાર આવેલા જેથી આરોપીઓમાંથી મેટીયા નામના ઈસમે ફરિયાદીનો હાથ પકડી બિભત્સ માગણી કરેલી અને પોતાની સાથે આવવાનું જણાવેલું જેથી ફરિયાદીએ ના પાડતા તમામ આરોપીઓ એકસંપ કરી ફરિયાદીનું ટી-શર્ટ ફાડી નાખેલ જેથી ફરિયાદીનો મિત્ર સોહીલ બચાવવા માટે વચ્ચે પડતાં આરોપીઓએ છરી વડે તથા લાકડાના ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરી દીધેલ અને ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડેલી જેથી માણસો ભેગા થઈ જતાં આરોપીઓ ત્યાંથી નાસી ગયેલા અને સાહેદને સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલો હતો, જે બનાવ અંગેની ફરિયાદ રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટની કલમ મુજબની ફરિયાદ આરોપીઓ વિરુદ્ધ આપેલી હતી, જેના અનુસંધાને પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓ પરીક્ષિત ઉર્ફે પરીયો રાજુભાઈ બળદા, જૈવિક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા, મેટીયા ઉર્ફે હર્ષદીપ ઝાલાની ધરપકડ કરવામાં આવેલી અને આરોપીઓને સ્પે. એટ્રો કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલો હતો અને ત્યારબાદ ઉપરોક્ત આરોપી વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીનઅરજી ગુજારેલી, જે અન્વયે આરોપી વતી રોકાયેલા એડવોકેટે કરેલી દલીલ તેમજ તાજેતરમાં એટ્રોસિટીની ગુન્હા સબબ હાઈકોર્ટ અને નામ. સુપ્રિમ કોર્ટના તાજેતરમાં પ્રસ્થાપિત કરેલા જુદા જુદા ચૂકાદાઓને ધ્યાનમાં રાખી સ્પે. એટ્રોસિટી કોર્ટના જજએ આરોપીઓ પરીક્ષિત ઉર્ફે પરીયો રાજુભાઈ બળદા, જૈવિક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા, મેટીયા ઉર્ફે હર્ષદીપ ઝાલાને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલો હતો.
આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા રોકાયેલા હતા.