રાજકોટનાં સામાકાંઠાના કુખ્યાત ઝીણાને પોલીસે કાયદાનો પાઠ ભણાવતા કોર્ટમાં પોલીસે માર માર્યાનાં ખોટા આક્ષેપ કર્યા
રાજકોટનો ઝીણો ઉર્ફે ભગત વિઠ્ઠલભાઈ ગોહિલ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે
- Advertisement -
સામાકાંઠે ઝીણાનો ભયંકર ત્રાસ: પોલીસે સીધો દોર કરવાનું નક્કી કર્યું તો પોલીસની સામે પડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં નજીવી બાબતે હાર્દિક કુંગશીયા નામના વ્યક્તિને છરી વડે હુમલો કરનાર આરોપી ઝીણાને પોલીસે પકડી કાર્યવાહી કરતાં પોલીસને ડી સ્ટાફ રૂમમાં પૂરીને ભાગી ગયો હતો તેમ છતાં પોલીસે ગણતરીના સમયમાં ઝીણાને પકડી પાડ્યો હતો અને સબક શીખવાડ્યો હતો. અગાઉ પણ પોલીસ દ્વારા ઝીણાને કાયદાનો પાઠ ભણાવવામાં હતો તેને ધ્યાનમાં રાખી રાજકોટ બી ડિવિઝન કોન્સ્ટેબલ મહેશ મંડ વિરૂદ્ધ ઝીણા દ્વારા કોર્ટમાં ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે પોલીસ દ્વારા મને માર મારવામાં આવ્યો હતો. તેના જવાબમાં કોર્ટે મેડિકલ રિપોર્ટ અને સારવાર માટેના આદેશ કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઝીણા પર કાર્યવાહી કરનાર પી.એસ.આઈ. વનરાજસિંહને ઝીણાએ ગાળો ભાંડી હતી તેમજ કોન્સ્ટેબલ જયેશ નિમાવતનો મોબાઈલ તોડી નાંખ્યો હતો.દરેક વખતે પોલીસ પર ખાર રાખી આવા કૃત્યો કરતા ઝીણો થાકતો નથી અને પોલીસની બીક તો જાણે ઝીણાને હોય જ નહિં તેમ અનેક ગુના આચરતો જ રહે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર કુખ્યાત ઝીણા પાસે કોઈ ઝેરી પ્રવાહી પીણું છે જેના દ્વારા તેણે અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે પણ તે પ્રવાહી મેડિકલ રિપોર્ટમાં આવતું નથી તેથી ઝીણાના કાંડ હજુ સુધી બહાર આવ્યા નથી. જો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઝીણા વિરૂદ્ધ યોગ્ય તપાસ કરવામાં આવે તો ઝીણાના જાનલેવા કાંડ બહાર આવી શકે તેમ છે.