એડવોકેટ જીજ્ઞેશ સભાડ, રણજીત મકવાણાની દલીલો માન્ય રાખતી સેશન્સ કોર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા ફરિયાદીએ પોતાની 17 વર્ષ અને 10 દસ માસની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરિયાદ રાજકોટના 5્ર.નગર પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 137(2), 87, 64(2)(એમ) તથા પોકસો એકટની કલમ 4, 6 મુજબની ફરિયાદ રાજકોટના પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી, જે ગુન્હાના અનુસંધાને આ કામના આરોપી અજયભાઈ કેશાભાઈ સારલાની પોલીસ દ્વારા તા. 17-1-2025ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજૂ કરતાં તે દિવસથી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવેલો, જેને નામ. સેશન્સ કોર્ટ (પોક્સો કોર્ટ) દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતાં ભોગ બનનારના માતાએ પોતાની સગીર વયની પુત્રી ગત તા. 26-11-2024ના રોજ રાત્રિના મોડે સુધી ઘરે પરત ન આવતા ફરિયાદીએ ઘરના બધા સભ્યોને ભોગ બનનાર પુત્રી ગુમ થયાની હકીકત જણાવેલ જેથી ઘરના બધા સભ્યોએ આજુબાજુમાં તેમજ સગાવહાલાઓમાં તપાસ કરેલી પરંતુ ભોગ બનનાર ક્યાંય મળી આવેલ ન હતી, જેથી ફરિયાદીે પોતાની રીતે તપાસ કરતાં પોતાની ભોગ બનનારની પુત્રીને તરકીયા ગામ તા. વાંકાનેર, જિ. મોરબીમાં રહેતા અજય કેશાભાઈ સારલા સાથે પ્રેમસંબંધ હોય તેથી આરોપીએ ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના ઈરાદે અપહરણ કરી ગયેલાની હકીકત ધ્યાનમાં આવતા આ કામના ફરિયાદીએ બનાવ અંગેની ફરિયાદ આપેલ હતી. પ્ર.નગર પોલીસ દ્વારા તા. 17-1-2025ના રોજ આરોપી અજયભાઈ કેશાભાઈ સારલાની ધરપકડ કરવામાં આવેલ. જેમાં પોલીસ દ્વારા સ્પે. પોક્સો કોર્ટમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ 64(2)(એમ) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 6 મુજબ ઉમેરો કરવા માટેની અરજી આપી આ કામના આરોપીને પ્ર.નગર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી રાજકોટના સ્પે. પોક્સો કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો ત્યારબાદ આરોપી દ્વારા જામીન ઉપર છૂટવા માટે સેશન્સ અદાલતમાં જામીન અરજી ગુજારેલ હતી, જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષકારો વચ્ચે થયેલ દલીલો અને રજૂઆત તેમજ મૌખિક લેખિત પુરાવાને ધ્યાનમાં લઈ પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ અને અરજદાર તરફે એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જુદા જુદા ચૂકાદાઓને ધ્યાનમાં લઈ નામદાર સ્પે. પોક્સો સેશન્સ કોર્ટે આ કામના ઉપરોક્ત આરોપી અજયભાઈ કેશાભાઈ સારલાને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ, કેવીન ભંડેરી તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા રોકાયેલા હતા.