આરોપીએ નવા કોર્ટ બિલ્ડિંગની સામે ટ્રકમાં બળજબરીથી ભોગ બનનાર સાથે
શરીરસંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના મનહપુર વિસ્તારમાં રહેતા આ કામના ફરિયાદીએ પોતાની 15 વર્ષની સગીર પુત્રીને બદકામ કરવાના ઈરાદે અપહરણ થયા અંગેની ફરિયાદ રાજકોટના ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી, જે ગુન્હાના અનુસંધાને આ કામના આરોપી યશપાલ ધોહાભાઈ બોરીચાની પોલીસ દ્વારા તા. 7-6-24ના રોજ ધરપકડ કરવામાં આવેલી અને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેને તે દિવસથી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવેલો, જેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો છે. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે રાજકોટના મનહરપુર વિસ્તારમાં રહેતા આ કામના ફરિયાદીએ પોતે પોતાના ઘર પાસે માતાજીનો માંડવો હોય ત્યાં પોતાના પરિવાર સાથે પ્રસાદી લેવા માટે ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા પોતાની ભોગ બનનાર પુત્રીને કોઈ અજાણ્યા બે ઈસમો સાથે વાતચીત કરતા જોયેલી હતી, જેથી ફરિયાદીએ ભોગ બનનારને ઘરે આવી બે થપડ મારી દીધેલી અને બે ઈસમો બાબતે કડકાઈથી પૂછપરછ કરતાં ભોગ બનનારે તે બંને છોકરાઓ વિશે કશી જ માહિતી આપેલી ન હતી, ત્યારબાદ ફરિયાદી અને પરિવારજનો પોતાના ઘરે રાત થઈ ગયેલી હોવાથી સૂઈ ગયા સવારે ઉઠતાં પોતાની ભોગ બનનાર પુત્રી જોવામાં ન આવી તેમજ આજુબાજુમાં તથા સગાવહાલામાં તપાસ કરતાં ભોગ બનનાર મળી ન આવતા રાજકોટના ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવેલી હતી, જેથી પોલીસે તપાસ શરૂ કરતાં આ કામના ભોગ બનનાર સામે ચાલીને પોલીસ સ્ટેશને રજૂ થયેલી જેથી પોલીસ દ્વારા ભોગ બનનારનું નિવેદન લેતાં તેને બાળકિશોર સાથે પ્રેમસંબંધ હોય જેથી તેના પિતા જોઈ જતાં ભોગ બનનારને ઘરની અંદર પુરી દીધેલી જેથી ભોગ બનનારે અગાઉ તેને આરોપી યશપાલ ધોહાભાઈ બોરીચા સાથે પ્રેમસંબંધ હોય જેથી તેને ફોન કરી બોલાવેલો અને પોતાને જેની સાથે પ્રેમસંબંધ છે
- Advertisement -
તે બાળકિશોર પાસે મૂકી જવાનું જણાવેલું જેથી આરોપીએ ભોગ બનનારને પોતાના મોટર સાયકલમાં બેસાડી પોતાના પ્રેમી પાસે મૂકી આપવાના બદલે નવા કોર્ટ બિલ્ડિંગની સામે પડ્યા રહેતા ટ્રકમાં બળજબરીથી લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધી બળાત્કાર કરેલાની હકીકત ખુલવા પામતા પોલીસ દ્વારા સ્પે. પોકસો કોર્ટમાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 354(એ), 376(2)(જે)(એન), 376(3) અને પોક્સો એકટની કલમ 4, 6, 8 મુજબ ઉમેરો કરવા માટેની અરજી આપતાં કોર્ટે ફરિયાદીની ફરિયાદમાં ઉપરોક્ત કલમનો ઉમેરો કરતો હુકમ ફરમાવેલો હતો. આ કામના આરોપીને રાજકોટના ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી રાજકોટના સ્પે. પોક્સો કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલો હતો. ત્યારબાદ આરોપી દ્વારા જામીન ઉપર છુટવા માટે પોક્સો અદાલતમાં જામીન અરજી ગુજારેલી હતી જે જામીન અરજી નામંજૂર થતાં ગુજરાત હાઈકોર્ટમાં આરોપીએ પોતાના વકીલ મારફત રેગ્યુલર જામીન અરજી ગુજારેલ હતી, જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષકારો વચ્ચે થયેલી દલીલો અને રજૂઆત તેમજ મૌખિત તેમજ લેખિત પુરાવાને ધ્યાનમાં લઈ તેમજ બનાવ અને બનાવને અનુરૂપ થયેલ પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ અને અરજદાર તરફે એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી તેમજ આરોપીને બચાવનાં રજૂ કરવામાં આવેલા નામ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કામના ઉપરોક્ત આરોપી યશપાલ ધોહાભાઈ બોરીચાને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયેલા હતા.