ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં રહેતા લાલાભાઈ ઉર્ફે લાલજીભાઈ હકાભાઈ ઝાપડા (રહે. બેડી ગામ, નવા માર્કેટીંગ યાર્ડની સામે, પટેલ સોસાયટી, તા. જી.રાજકોટ) આ કામના આરોપી અને મૂળ ફરિયાદી ચકાભાઈ હીરાભાઈ ઝાપડા રહે. બેડીગામ, નવા માર્કેટીંગ યાર્ડની સામે, પટેલ સોસાયટી, તા.જી.રાજકોટવાળા જ્યારે તા. 30-5-2023ના રોજ રાત્રિના કલાક 21-00 વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે તેના કાકા અને તેના કાકાના છોકરા વચ્ચે ઝગડામાં સમજાવવા જતાં આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી માથાના ભાગે ધારીયા વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરએ એકબીજાની મદદગારી કરી પો.કમિ.ના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હતો તે બાબતમાં આ કામના આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 323, 324, 504, 506(2), 114 તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબના ગુન્હો કર્યા સંબંધેની એફ.આઈ.આર. કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ હતી.
જે સદર કામમાં ચાર્જશીટ થયા બાદ કેસ બોર્ડ પર આવતા સદર કામ ચાલી જતાં ફરિયાદ પક્ષ પોતાનો કેસ નિ:શંકપણે પુરવાર કરી શક્યો નહીં અને આ કામના આરોપીના વકીલે આરોપી વતી ઈન્કારીયત સ્વરૂપમાં જવાબ આપેલો હતો કે હાલના સાહેદે પોતાના પુરાવામાં તેઓને આરોપી સાથે માત્ર સામાન્ય તકરાર થયેલ હોવાનો અને અકસ્માતે તેઓને ઈજા થયેલ હોવાનો પુરાવો રજૂ કરતા હોય ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને ગાળો આપવામાં આવી કે ધારીયા વડે માથામાં ઈજા કરવામાં આવી હોય, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ હોવાની હકીકત માની શકાય નહીં, જેથી ફરિયાદીએ એફ.આઈ.આર.માં જણાવેલ કહેવાતી હકીકતો ખોટી છે અને ફરિયાદીએ ખોટી હકીકત જણાવીને આરોપી સામે ખોટી ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીએ તેમની ફરિયાદમાં ખોટી ફરિયાદ આપી, ખોટો પુરાવો આપેલો, બોગસ હકીકતોને આધારે અમો આરોપી સામે પુરાવારહીતની ખોટી ફરિયાદ કરેલ છે જે સદરહુ કેસમાં આરોપી તરફે રોકાયેલ વકીલ અજયસિંહ એમ. ચૌહાણની ધારદાર દલીલને ધ્યાને રાખી ઉપરોક્ત આરોપીને રાજકોટના જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મેઈન) જુગલ જીતેન્દ્રકુમાર દવેએ આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.
આ કામમાં આરોપી- લાલાભાઈ ઉર્ફે લાલજીભાઈ હકાભાઈ ઝાપડા તરફે રાજકોટના કાયદાના નિષ્ણાત ખ્યાતમાન ધારાશાસ્ત્રી અજયસિંહ એમ. ચૌહાણ (એડવોકેટ એન્ડ નોટરી), ડેનિશ જે. મહેતા તથા તુષાર ડી. ભલસોડ એડવોકેટ્સ રોકાયેલ હતા.



