ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં છેલ્લા 6 વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના રતલામ જીલ્લાના જાવરા ખાતેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કાર્યરત હતા.
તે દરમિયાન ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં નાસતો ફરતો આરોપી વિનોદ ધનાભાઇ ડામોર રહે. કુશલપુરા ગામ તા.જી.જાબુંઆ (એમ.પી.) વાળો જાંબુઆ જીલ્લામાં તથા રતલામ જીલ્લા ખાતે હોવાની ચોક્કસ હકિકત મળતા તે બાતમીના આધારે એલસીબી ટીમે જાબુંઆ ખાતે જઇ તપાસ કરતા આરોપી રતલામ જીલ્લાના જાવરા ખાતે હોવાની હકીકત મળતા જે હકીકત આધારે નાસતા ફરતા આરોપી વિનોદ ઉર્ફે વિનુ ધનાભાઇ ડામોરને ઝડપી પાડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.