એલસીબીએ મધ્યપ્રદેશ જઈને આરોપીને દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કુતિયાણા પોલીસ મથકે નોંધાયેલ સોનાના વેઢલા તથા દાગીનાની લુંટના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી ગેઝેટ પ્રસિધ્ધ ફરાર આરોપીને એલસીબીએ મધ્યપ્રદેશના પનેરી ગામ માંથી દબોચી લીધો છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ સ્ટાફને હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસથી હકીકત મળેલ કે, કુતીયાણા પોલીસ મથકે 2008માં નોંધાયેલ ગુન્હા મુજબ આ ગુન્હામાં સોનાના વેઢલા, કડીઓ, સોનાના દાગીના તથા ચેઈન તથા 8 વીટી અને રોકડા રૂા. 10 હજાર કુલ મળી કુલ રૂા. 57,500 ના મુદામાલની લુંટ થયેલ હોય અને આ ગુન્હામાં ગેઝેટ પ્રસિધ્ધ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના પનેરી ગામનો આરોપી જીતુ ઉર્ફે રીશુ નાથુસિંગ અમલીયાર 16 વર્ષથી ફરાર છે જે આરોપી પોતાના ગામ પનેરીમાં છે, તેવી હકીકત મળતા એલસીબીસ્ટાફના ગોવિંદભાઈ મકવાણા, કુલદીપસિંહ જાડેજા તથા દુલાભાઈ ઓડેદરાને પનેરી ગામ તપાસમાં મોકલતા આરોપી રીંછુ ઉર્ફે રીસુ મળી આવતા આ આરોપીને ઝડપી લઇ વધુ પુછપરછ અર્થે પોરબંદર ખાતે લઇ આવી આગળની કાર્યવાહી માટે કુતીયાણા પોલીસ મથકે સોંપી દીધો છે.