પૈસાની લેતીદેતી બાબતે હત્યા, 3 સામે હત્યાનો ગુનો નોંધી તપાસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
માણાવદરમા બાંટવા રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક હોટલ પાછળ નદીના પટમાં કોઈ અજાણ્યા યુવકની મારીને લાશ નાખી ગયા હોવાનું જાણવા મળતા માણાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ પરેલ હતી. ત્યારે મળતી વિગતોનસાર બાંટવા રોડ પર રહેતા દેવીપુજક પરિવારના રોહિત ભપતભાઈ સોલંકી (ઉ.વ.30)નામના યુવાનને કાન પાસે પાછળના ભાગે કોઈ બોથડ છે.
આ ઘટના બનતા કેશોદ ડીવાયએસપી બી.સી. ઠક્કર, માણાવદર પીઆઈ ડી.આર. પારગી, પીએસઆઈ પ્રતિપાલસિંહ સોલંકી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસે આ લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. મરણ જનાર યુવક ત્રણ ભાઈઓ અને એક બહેન હોવાનું જાણવા મળે છે. જયારે મૃતકના ભાઇ રવિભાઇ ભુપતભાઇ સોલંકીએ માણાવદર પોલીસમાં રમેશ ઉર્ફે દિનેશ બચુભાઇ સોલંકી રહે.માણાવદર, દિલીપ કિશોરભાઇ રહે.જાંબુડી તા.વિસાવદર અને અજય ધિરૂભાઇ રહે.જાંબુડીવાળા આ 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમનો ગુનો નોંધી જેની વધુ તપાસ માણાવદર પી.આઇ. ડી.આર.પારગીએ આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.



