આરબીઆઈનાં રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો
સરકારી બેન્કોમાં પેન્શનની ફરિયાદો વધુ : પેરા બેન્કીંગ સેવામાં પણ ફરિયાદોમાં વધારો : કેવાયસી અપડેટ કરાવવાથી અનેક મામલે ગ્રાહક પરેશાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
- Advertisement -
દેશભરમાં બેન્કીંગ સિસ્ટમ સાથે જોડાયેલી ફરિયાદોમાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને વડીલોને બેન્કો સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને કેવાયસી અપડેટ કરાવવાને લઈને અન્ય પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બેન્કો દ્વારા જમા અને ઉપાડ ઉપરાંત અપાતી સેવાઓ (વેરા બેન્કીંગ) માં ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.પેન્શન સાથે જોડાયેલી 39.5 ટકા અને પેરા બેન્કીંગ સાથે જોડાયેલા મામલામાં 57 ટકાથી વધારો થયો છે.
આરબીઆઈ દ્વારા એકિકૃત લોકપાલ યોજના અંતર્ગત નાણાકીય વર્ષ 23-24 માં નોંધાયેલ ફરિયાદો પર આધારીત રિપોર્ટ જાહેર કરાયો છે જે મુજબ નાણાકીય વર્ષ 22-23 ની તુલનામાં નાણાકીય વર્ષ 23-24 માં ફરિયાદોમાં 53 હજારથી વધુ નોંધાયેલી.
સરકારી બેન્કોમાં ખાતાનું સંચાલન કરવુ મુશ્કેલ બન્યું
ખાતુ ખોલવાથી માંડીને તેને સંચાલન કરવા સંબંધિત 46356 ફરિયાદો તેમાં 24568 ફરીયાદો સરકારી બેન્કો સંબંધીત હતી જયારે 15973 ફરિયાદો ખાનગી ક્ષેત્રોની બેન્કો સાથે જોડાયેલી હતી. આ ફરિયાદોમાં 43 ટકાનો વધારો થયો હતો.
પેરા બેન્કિંગમાં ગ્રાહકોની ફરિયાદોમાં વધારો થયો
બેન્ક સામાન્ય સેવાઓ ઉપરાંત અન્ય સેવાઓ આપવામાં પણ આનાકાની કરી રહી છે.ખાસ કરીને પેરા બેન્કીંગની વાત કરીએ તો કુલ 4380 ફરિયાદો મળી હતી. જેમાં 2614 જાહેર ક્ષેત્રની બેન્કો અને 1385 ખાનગી ક્ષેત્રની બેન્કો અને 195 પેમેન્ટ બેન્કો અને 83 ગ્રામીણ બેન્કો સાથે સંબંધિત હતી. બાકી ફરિયાદો અન્ય બેન્કો સાથે સંબંધીત હતી. બેન્કીંગ વિશેષજ્ઞ અશ્વિની રાણા કહે છે કે પેન્શન ધારક માટે અલગ કાઉન્ટર હોવુ જોઈએ.