વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવવાથી શુભ ફળો મળે છે. જાણો વિગતવાર
પ્રથમપૂજ્ય ભગવાન ગણેશનાં આગમનમાં હવે થોડા જ દિવસો બચ્યા છે. 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીનાં દિવસે ઘર -ઘરમાં ગણપતિની સ્થાપના થશે. ગણેશજી 10 દિવસ સુધી પોતાના ભક્તો સાથે રહેશે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ભગવાન ગણેશને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર, ઘરમાં ગણેશની મૂર્તિ અથવા તસવીર હોવાથી ઘણા વાસ્તુ દોષો દૂર થાય છે. સાથે જ ઘરમાં અપાર સુખ – સમૃદ્ધિ પણ આવે છે. આવો જાણીએ અપાર સફળતા, પૈસા અને સુખ મેળવવા માટે ઘરમાં કયા તશાન પર ગણેશજીની મૂર્તિ રાખવી સૌથી વધારે શુભ માનવામાં આવે છે.
- Advertisement -
મુખ્ય દ્વાર પર મૂકો લગાવો ગણેશજીની મૂર્તિ
ઘરના મુખ્ય દ્વારા પર ગણેશજીની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. મુકકહી દ્વાર પર ગણેશજીની મૂર્તિ અથવા તસવીરનું હોવું ઘણા વાસ્તુ દોષોને દૂર કરે છે. પરનું આ માટે જરૂરી છે કે મૂર્તિ સાચા પ્રકારે લગાવવામાં આવે. ગણેશજીની મૂર્તિ સાચી દિશામાં હોય અને થોડા જરૂરી નિયમોમુ પાલન પણ કરવામાં આવે, તો ગણેશજીની કૃપા તમારા પર બની રહે છે.

મેન ગેટ પર ગણેશજીની મૂર્તિ લગાવવાના નિયમો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘર ઉત્તર મુખી અથવા દક્ષિણ મુખી હોય ત્યારે મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ લગાવવી જોઈએ. જો મુખ્ય દ્વાર પૂર્વ અથવા યશ્ચિમ દિશામાં હોય તો આવી સ્થિતિમાં ગણેશજીની મૂર્તિ ન લગાવવી જોઈએ. આમ કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. સાથે જ ગણેશજીની વામવર્તી સૂંઢવાળી મૂર્તિ ઘરમાં લગાવવી જોઈએ. ઘરની અંદર દક્ષિણવર્તી સૂંઢ અને બહાર વાંવાર્તિ સૂંઢવાળી મૂર્તિ લગાવવી જોઈએ. ધ્યાન રાખો કે બંને સ્થિતિમાં ગણપતિની મૂર્તિ બેસેલ મુદ્રામાં હોય. ઊભા ગણપતિની મૂર્તિ વર્ક પ્લેસ પર લગાવવી જોઈએ.
- Advertisement -
ગણેશજીની મૂર્તિનું મુખ ઘરની અંદર તરફ હોવું જોઈએ. જો શક્ય હોય તો મુખ્ય દ્વાર પર ગણપતિની બે મૂર્તિ એ પ્રકારે લગાવો કે તેમની પીઠ જોડાયેલ હોય. એટલે કે એક મૂર્તિનું મુખ ઘરની બહાર તરફ અને બીજી મૂર્તિનું મુખ ઘરની અંદર તરફ હોય. જો દરવાજા પર ગણેશજીની મૂર્તિ લગાવી રહ્યા છો, તો અંદરની મૂર્તિ ઠીક એની જ પાછળ હોય, જેથી બંને મૂર્તિની પીઠ એકબીજાને મળે. ઘરમાં ગણપતિની આવી મૂર્તિ લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે.