જો ક્યાંક વધારે વરસાદ પડે, તો સમજી લેવાનું કે પૃથ્વીના બીજા કોઈ ભાગમાં એટલો વરસાદ ઓછો પડ્યો હશે
મહાદેવ અને મા પાર્વતીના ચરણોમાં ડો.શરદ ઠાકરના વંદન. આજે વહેલી સવારથી અમદાવાદમાં એકધારો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ઋતુચક્ર બદલાઈ રહ્યું છે. આપણે કુદરતના રહસ્યો જાણતા નથી પણ આ પરિવર્તન ભય અને આશંકા અવશ્ય જન્માવે છે. આ વરસાદ જો અષાઢ મહિનામાં વરસ્યો હોત તો તેનું એક એક ટીંપુ કાચુ સોનુ મનાયું હોત. અત્યારે આ વરસાદ અકારો લાગે છે. લીલો દુકાળ સર્જાશે. છેલ્લા કેટલાક વર્ષોમાં નવરાત્રી અને દિવળી સુધી વરસાદ જોવા મળ્યો છે. શું આ માત્ર હવામાન અથવા પર્યાવરણમાં આવેલા ફેરફારોના કારણે થતું હશે? કે આની પાછળ કોઈ અકળ કારણો હોઈ શકે? દ્રવ્યસંચયના નિયમ અનુસાર વિશ્વમાં દ્રવ્યનો કુલ જથ્થો અચળ રહે છે. પૃથ્વીનું સર્જન થયું તે દિવસથી લઈને આજ દિવસ સુધી પૃથ્વી પર વરસતા વરસાદનો કુલ જથ્થો એક સમાન રહ્યો છે. જો ક્યાંક વધારે વરસાદ પડે, તો સમજી લેવાનું કે પૃથ્વીના બીજા કોઈ ભાગમાં એટલો વરસાદ ઓછો પડ્યો હશે.
- Advertisement -
સિમેન્ટ કોંક્રિટના જંગલો, હવાનું વધતું જતું ઉષ્ણતામાન, પ્રદૂષણો,ડામરની સડકો, કારખાનાઓમાંથી ફેંકાતા ધુમાડા અને ગરમી, સતત કાપતા જતા વૃક્ષો, ગ્લોબલ વોર્મિંગ આ બધાના કારણેજ આવું થતું હશે? મારા બાળપણમાં મે ઋતુચક્રોને શિસ્તબદ્ધ ચાલતા જોયા છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ઠંડીજ પડે. જેઠના ઉત્તરાર્ધથી લઈને અષાઢ અને શ્રાવણમાં વરસાદ જ પડે. ભાદરવામાં એવો તાપ પડે કે ચોમાસામાં સર્જાયેલો તમામ કાદવ કીચડ સુકાઈ જાય. ચૈત્ર વૈશાખના આકરા તાપમાં અમે શેકાઈ જતા હતા. હવે વર્ષ દરમ્યાન ગમે ત્યારે ગમે તેટલો વરસાદ આવે છે. આ વખતે ભાદરવો પોતાનો ધર્મ ચૂક્યો છે એટલે વાતાવરણની ભીનાશને કારણે સર્જાયેલી ગંદકી, ભેજ અને એના પરિણામે ફેલાયેલી બીમારીઓ ભયજનક હદે વધી ગઇ છે. બેક્ટેરિયા અને વાયરસને મારવા માટે પણ આકરા તાપની જરૂર પડે છે. યોગનો આશ્રય લેજો, મંત્રજાપ કરજો, નિયમિત પ્રાણાયામ કરજો અને બીમારીઓથી તમારા દેહનું રક્ષણ કરજો. યફફિપળદ્વ્રૂપ ઈંબુ ઢપૃ લળઢણર્પૈ । જો શરીર હશે તો જ ધર્મનું પાલન થઈ શકશે.