અનઅધિકૃત ટ્રાન્ઝેકશન અંગે જાણકારી -જાગૃતિ માટે બેંકના અધિકારીઓને સૂચના અપાઇ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.20
- Advertisement -
11- પોરબંદર લોકસભા મતદાર વિભાગની સામાન્ય ચૂંટણી-2024 અને 83-પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન પોરબંદર જિલ્લામાં તા.07 મેના રોજ થનાર છે.
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી. લાખણી દ્વારા આગામી ચૂંટણી પ્રક્રિયા અન્વયે બેંકના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા સેવા સદન-1 ખાતે યોજવામાં આવેલ બેંકના અધિકારીઓ સાથેની બેઠકમાં અનઅધિકૃત થતા ટ્રાન્જેક્શન અટકાવવા, રોકડમાં મોટી રકમ જમા કરવામાં આવે તો ચૂંટણી પંચના નિયમો મુજબ જાણકારી આપવા તેમજ ડિપોઝિટ કરનાર વ્યક્તિ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવે અને બિનજરૂરી તેમની પાસે પુરાવા હોય એમને કનડ ગત પણ ન કરવામાં આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચૂંટણી પંચ ના માર્ગદર્શન અનુસાર જિલ્લા તંત્ર દ્વારા વિવિધ કામગીરી અને વોચ રાખવાની થાય છે. નિષ્પક્ષ અને તટસ્થ રીતે ચૂંટણી પ્રક્રિયા થાય તેવું હેતુ છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખી શકાય તે માટે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીની અધ્યક્ષતા યોજવામાં આવેલ આ બેઠકમાં હાજર રહેલ બેંકના કર્મચારીઓને ચૂંટણીની આદર્શ આચાર સંહિતા દરમિયાન અન્ય ટ્રાન્જેક્શન બિનઅધિકૃત રીતે ન થાય તેમજ જરૂરી હિસાબ નિભાવવામાં આવે, જે ડિપોઝિટ જમા કરાવવા આવે તેની નિયમ અનુસાર માહિતી આપલે કરવા બેંકના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. રોજિંદા વ્યવહારો, જેના હિસાબ હોય તેમજ રૂટિન વેપારી સહિતના ધંધાર્થીઓને કનડગત ન થાય તેની તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર તેમજ આચાર સંહિતાના નોડલ અધિકારી રેખાબા સરવૈયા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિરલબેન દેસાઈ અને બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.