MLA GUJARAT પ્લેટવાળી કાર બસમાં ઘૂસી: 10થી વધુ ઘાયલ, 108-પોલીસનો કાફલો દોડ્યો
બસ રોડની નીચે ઉતરી ગઇ, કારનું પડિકું વળી ગયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે નડિયાદ નજીકના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી.. જ્યાં કાર અને જઝ બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં એમ્બ્યુલન્સ દોડતી થઇ ગઇ હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકુવળી ગયું છે. જ્યારે એસ.ટી. બસ ડિવાઇડર તોડીને હાઇવેની નીચે ઉતરી ગઇ હતી.
નડિયાદ પાસેથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે.
મંગળવારે સવારે અહીંયા કાર નંબર (ૠઉં 01 ઇંટ 4270) અને જઝ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બન્નેની ટક્કર એટલી જોરદાર હતી કે, કાર હાઈવે પર જ ઉથલી પડી હતી, જ્યારે એસટી બસ સીધી રેલીંગ તોડી બાજુની સાઈડમાં ખાડામાં જતી રહી હતી. બંન્ને વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું. કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે એસટી ખાડામાં પડતા ઈમરજન્સી દરવાજા મારફતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માત ગ્રસ્ત કારમાંથી ખકઅ ૠઞઉંઅછઅઝ લખેલી પ્લેટ પણ મળી આવી છે.
તપાસ કરનાર પોલીસ અધિકારી પી.જી.પરમારે જણાવ્યું હતું કે, ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજયા છે. જેમાં મરણજનાર જઈદઅલી સૈયદ અને બીજો તેનો મિત્ર સમીર જે બંને સાસણગીરના રહેવાસી છે. આજે તેઓ અમદાવાદથી દાહોદ જતાં હતા આ દરમિયાન આ અકસ્માત સર્જાયો છે. આ કારમાંથી ’ખકઅ ૠઞઉંઅછઅઝ’ લખેલી નેમ પ્લેટ મળી છે. જે આઇડેન્ટી ફાઈ કરવામાં પોલીસ લાગી છે. હાલ સુધીની તપાસમાં આ બંન્નેના કોમન કોઈ મિત્ર જે અમદાવાદ ખાતે રહે છે તેની કાર હોવાનું માલુમ પડ્યું છે. જોકે આ કાર કોઈ ખકઅ કે તેના સંબંધીની નથી.