અમિતાભ બચ્ચનની સાથે કોન બનેગા કરોડપતિની શૂટિંગ દરમિયાન એક ઘટના ઘટી છે. જેમાં તેમના જમણા પગનાં પાછળના ભાગ પર કટ લાગી ગયો છે અને લોહી પણ નિકળી રહ્યાં છે. તેમને તાત્કાલિક આનન ફાનન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા અને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે.
બોલિવૂડ મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સાથે આજે એક ઘટના ઘટી જેમાં તે ઇજાગ્રસ્ત થયાં છે. કોન બનેગા કરોડપતિની શૂટિંગ દરમિયાન એક્ટરનાં પગની નસ કપાઇ જતાં તેમને આનન ફાનન હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યાં અને માહિતી અનુસાર લોહી ઘણું વહેતુ હોવાને લીધે ટાંકા પણ લગાવવા પડ્યાં છે.
- Advertisement -
અમિતાભની વર્તમાન સ્થિતિ
સિનેમા આઇકન અમિતાભની શૂટિંગ સેટ પર પગની નસ કપાઇ ગઇ જેના લીધે દોડધામ મચી ગઇ હતી. કટ લાગવા પર અમિતાભ બચ્ચન ખુદ પણ શર્મિંદગી અનુભવી રહ્યાં હોય તેવું પણ જોવા મળ્યું હતું. લોહી ખુબ ઝડપથી નિકળી રહ્યું હતુ જેથી તેને રોકવા હાલમાં ડોક્ટરે ઘાની ઉપર ટાંકા લગાવ્યાં છે. ડોક્ટર્સની સલાહ પ્રમાણે હાલમાં તેમને પગ પર વજન આપવાની મનાઇ છે અને શક્ય હોય તેટલો આરામ કરવાની પણ સૂચના અપાઇ છે.
અમિતાભે ખુદ આપી આ ઘટનાની જાણકારી
અમિતાભ બચ્ચને ખુદ જ પોતાના ઓફિશિયલ બ્લોગ પર આ ઘટનાની જાણકારી પોતાના ચાહકોને આપી છે. તેમણે પોતાના બ્લોગમાં લખ્યું કે ભગવાન મારી મદદ કરો, હું બહાર નથી નિકળી શકતો. હાલમાં જ બચ્ચને પોતાનો 80મો જન્મદિવસ ઉજવ્યો અને હવે સેટ પર આ દુર્ઘટનાને લીધે તેમને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ અપાઇ છે.