3 યુવકોને ઈજાઓ થતાં સારવાર અર્થે ઉનાની હોસ્પિટલ ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.4
ઉનાનાં ગીરગઢડા રોડ ઉપર આવેલ ખાપટ ગામ નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિ નાં ધટના સ્થળે કરૂણ મોત નિપજયા હતા. જ્યારે ત્રણ યુવકોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
- Advertisement -
ગીરગઢડા નાં જરગલી ગામે થી બાઈક ચલાવી આવતાં બાઈક સવાર રાકેશભાઈ બાબુભાઈ સાખટ, કેતનભાઈ નાથાભાઈ સાખટ તેમજ હરેશભાઈ ડાયાભાઈ જાદવ ઉના તરફ આવતાં હતાં એ વખતે ઉના પાસે ગીરગઢડા નાં હરમડીયા ગામે રહેતા ભરતભાઈ ઓધડભાઈ ઉવ25 બાબુભાઈ લાખાભાઇ બારીયા પોતાની બાઈક સાથે જતાં હતાં એ વખતે બન્ને બાઈક નું વડવીયાળા ગામનાં ગોળાઈ પાસે જોરદાર બન્ને બાઈક ધડાકાભેર અથડાતાં રાકેશભાઈબાબુભાઈ સાખટ ઉવ.23 રે વડવીયાળા તેમજ ભરતભાઈ ઓધડભાઈ ઉવ. 25 રે હરમડીયા વાળા નું ગમખ્વાર અકસ્માત માં ધટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. પાંચ વ્યક્તિઓ સવાર હોય જેમાં બાબુભાઈ લાખાભાઈ બારીયા રહેવાસી હરમડીયા તેમજ કેતનભાઇ નાથા ભાઈ સાખટ રહેવાસી વડવિયાળા હરેશભાઈ ડાયા ભાઈ જાદવ રહેવાસી વડવિયાળા ને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક ઈમરજનશી 108 દ્વારા ઊના સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરાયાં હતાં. ભયંકર અકસ્માત સર્જાયો હતો તેમાં બન્ને બાઈક નો ભુક્કો થઈ ગયો હતો અકસ્માત ની જાણ ઉના પોલીસ ને થતાં તાત્કાલિક ધટના સ્થળે દોડી જઇ બન્ને મૃતકના મૃતદેહ ને પી એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત સર્જાયો હોવાથી ઈજાગ્રસ્ત અને મૃતકોના પરિવારજનોને પણ મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.