રિક્ષામાંથી લોહીની ધાર રસ્તા પર વહી: પ્રિયજનોને વળગીને રડતાં રહ્યા લોકો
ખાસ-ખબર ન્યૂઝ પટના
પટનામાં એક માર્ગ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. 3 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત શનિવારે સવારે શાહજહાંપુરના દાનિયાવાન હિલસા સ્ટેટ હાઇવે 4 પર સિગરિયાવા સ્ટેશન પાસે થયો હતો. ટ્રક અને ઓટો વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 3 લોકોના હોસ્પિટલમાં મોત થયા હતા. મૃતકોમાં 8 મહિલાઓ, એક પુરુષ અને ઓટો ડ્રાઈવરનો સમાવેશ થાય છે. દાનિયાવાન પોલીસે જણાવ્યું હતું કે, મૃતક નાલંદા જિલ્લાના હિલસાના માલવાનો રહેવાસી હતો. ઘાયલોની હાલત ગંભીર છે. બધાને સારવાર માટે ઙખઈઇં મોકલવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શી રાજીવ રંજને જણાવ્યું, ‘આ ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. ટ્રકે રિક્ષાને ખૂબ જ જોરથી ટક્કર મારી હતી. રિક્ષામાં સવાર બધા લોકો ગંગામાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. 10 લોકોના મોત થયા છે. 4-5 લોકો ઘાયલ થયા છે.’ આ અકસ્માત એક સિમેન્ટ ફેક્ટરી પાસે થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ટ્રક સિમેન્ટ ફેક્ટરીનો હતો. અકસ્માત બાદ ટ્રક કંપનીની અંદર ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ રસ્તો રોકી દીધો છે. તેઓ ફેક્ટરી સંચાલકને સ્થળ પર બોલાવવાની માંગ કરી રહ્યા છે. અકસ્માત બાદ, પરિવારના સભ્યો રસ્તા પર પડેલા મૃતદેહોને વળગીને રડતા જોવા મળ્યા હતા.