અમદાવાદથી સોમનાથ દર્શન જતા હતા ત્યારે અકસ્માત નડ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં વાડલા ફાટકની આગળ અકસ્માત સર્જાયો છે. કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવાનનાં મોત થયા છે. જયારે બેને ઇજા પહોંચતા 108ની મદદથી સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. જાણવા મળતી વિગત મુજબ યુવાનો અમદાવાદથી સોમનાથ દર્શન માટે જતા હતા ત્યારે વાડલા ફાટકથી આગળ અકસ્માત થયો હતો. જૂનાગઢનાં વાડલા ફાટક આગળી આજે સવારનાં અકસ્માત સર્જાયો હતો. વાડલા ફાટક નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારનો ભુકો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર અમદાવાદાનાં નરેન્દ્ર પરમાર, પાર્થ ચૌહાણ, હર્ષ પટેલ અને નગીનભાઇ વેગડાને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ 108ને કરતા 108નાં જયદીપ સિંધવ,રાહુલ વાધેલા, બીજલ ગઢવી, કુલદીપસિંહ વાંક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાનોને સારવારમાં ખસેડ્યાં હતાં. આ અકસ્માતમાં હર્ષ પટેલ અને નગીનભાઇ વેગડાનું મોત થયું હતું. જાણવા મળતી વિગત મુજબ યુવાનો અમદાવાદથી સોમનાથ દર્શને જઇ રહ્યાં હતાં. સોમનાથ દર્શને પહોંચે તે પહેલા જૂનાગઢનાં વાડલા ફાટક આગળ અકસ્માત નિળ્યો હતો.જેમાં બે યુવાનનાં મોત થયાં હતાં. જયારે બેને ઇજા પહોંચી હતી.