ABVP દ્વારા કોલેજ બંધ કરાવી વિદ્યાર્થીઓને કલાસ બહાર કાઢી તાળા બંધી કરી સૂત્રોચ્ચાર કર્યા
ડો. હરેશ જોગરાજીયા ચોરી કરવવાના રૂપિયા લેતો હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ: પુષ્પરાજ ઝાલા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ શહેરની જાણીતી બી.એ. ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજમાં હોમિયોપેથીનો અભ્યાસ કરતા ધર્મેશ કળસરિયા નામના વિદ્યાર્થીએ કોલેજ સંચાલકોના કથિત ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એબીવીપીના કાર્યકરોએ વિદ્યાર્થીઓને ક્લાસ બહાર કાઢી તાળા બંધી કરાવી હતી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મુદ્દે અઇટઙ મંત્રી પુષ્પરાજ ઝાલા
એ એવો આક્ષેપ કર્યો હતો કે, ડો. હરેશ જોગરાજીયા ચોરી કરવવાના રૂપિયા લેતો હોય તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
આ મામલે 27 ઓગસ્ટે કોલેજના કેમ્પસ ડાયરેક્ટરે સ્વીકાર્યું હતું કે મારા નામે હરેશ નામના વિદ્યાર્થીએ મૃતક પાસેથી પૈસા લીધા હતા. તેમના દ્વારા પૈસાની માગણી કરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો અને વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાડી મૂક્યાની વાતને પણ ખોટી ગણાવી હતી, જોકે ડાયરેક્ટર દ્વારા હરેશ જોગરાજિયાનું નામ આપતાં દિવ્ય ભાસ્કરે તેનો સંપર્ક કર્યો હતો, જેમાં ખાસ વાતચીતમાં હરેશ જોગરાજિયાએ મોટો ઘટસ્ફોટ કર્યો છે.