અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમર્પણ શાળાના ટ્રસ્ટી હરદેવભાઇ આહિર કે જેઓએ આવા કોરોના ના કપરા સમયમાં પોતાની શાળામાં ભણતા લગભગ 850 વિદ્યાર્થી ની છેલ્લા છ મહિનાની 17 લાખ જેટલી ફી માફ કરી એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી શાળા ખોલવાની મંજૂરી સરકારની નહીં મળે ત્યાં સુધી એક પણ વિદ્યાર્થીની ફી તેઓ લેશે નહીં.ગોંડલની શાળા નું ઉંચ્ચ ઉદાહરણ રૂપે આજે પણ શિક્ષણ પ્રેમી મહારાજા ભગવતસિંહજી બાપુ ક્યાય ને ક્યાય નગરજનોના મનમાં જીવંત છે તે સમર્પણ શાળા એ સાબિત કરી આપ્યું. આ તકે નગર મંત્રી તેજસભાઈ પાઠક તેમજ કાર્યકર હેતભાઈ ઉપાધ્યાય અને ABVP ટીમ દ્વારા હરદેવભાઇ આહીર ની મુલાકાત કરાઈ હતી સાથે આભાર વ્યક્ત કરાયો હતો.
ગોંડલમાં વિદ્યાર્થીઓની ફી માફ કરનાર શાળા સંચાલકનો abvp દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો
You Might Also Like
Follow US
Find US on Social Medias