સોશિયલ મીડિયા પર ભડકાઉ ભાષણ પોસ્ટ કરવા બદલ સજા
પુરુષો અને કામદારો માટે અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતમાં તો સોશિયલ મીડિયા પર ગમે તેવી અફવા ફેલાવનારા કે ભડકાઉ ક્ધટેન્ટ પોસ્ટ કરનારા છટકી જતા હોય છે પણ દુનિયાના ઘણા દેશોમાં સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવા સામે આકરા કાયદા કાનૂન છે. જેમ કે અબૂ ધાબીની એક કોર્ટે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવાના આરોપસર એક મહિલાને પાંચ વર્ષની જેલની તેમજ 11 લાખનો દંડ ભરવાની સજા ફટકારી છે. કોર્ટે મહિલાનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવાનો આદેશ આપ્યો છે.
આ મહિલા પર નફરત ફેલાય તેવા ભાષણનો એક વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ લાગ્યો છે. આ વિડિયોમાં પુરુષો અને કામદારો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જેના પગલે કોર્ટે આ મામલામાં સુનાવણી બાદ મહિલાને સજા ફટકારી છે. કોર્ટે તો મહિલાનો મોબાઈલ પણ જપ્ત કરી લેવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે મહિલાએ પોસ્ટ કરેલા વિડિયો પણ હટાવી દેવાનો હુકમ કર્યો છે.
- Advertisement -
અબુ ધાબી સરકારની એક એજન્સી સોશિયલ મીડિયા પર જે પણ પોસ્ટ લોકો મુકે છે તેના પર નજર રાખતી હોય છે અને આ એજન્સીએ મહિલાની પોસ્ટ જોઈને તેના પર નફરત ફેલાવવાનો આરોપ મુક્યો હતો. જેના પર કોર્ટે કાર્યવાહી કરી હતી.