ગાયક કલાકારો મૃદુલ ઘોષ, અનિતા શર્મા, જયેશ દવે, જયમંત દવેએ રિહર્સલમાં નવા ટેસ્ટના ગરબાની ઝલક બતાવી
શ્રેષ્ઠ સંગીત સાથે ગરબે રમાડવા તૈયારીનો ધમધમાટ : સતીષભાઈ મહેતા, વિજયભાઈ વાળા, હર્ષ કોઠારીનું માર્ગદર્શન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાસોત્સવની રમઝટ બોલાવવા ખેલૈયાઓ થનગની રહ્યા છે. રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી અર્વાચીન દાંડિયારાસનું આયોજન કરતા ‘અબતક-સુરભિ’ દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે અને ‘અબતક-સુરભિ રાસોત્સવ’ પણ તમને ડોલાવવા સજ્જ છે ત્યારે ગઈકાલે અબતક સુરભિના ગાયક કલાકારો દ્વારા ગ્રાન્ડ રીહર્સલ યોજાયું હતુ.
સુરીલા ગાયક કલાકારો ગરબા કિંગ મૃદુલ ઘોષ, અનિતા શર્મા, જયેશ દવે, જયમંત દવેએ રિહર્સલમાં નવી ક્રિએટિવીટી તથા સોરઠી ઉપરાંત ઉત્તર ગુજરાતના નવા ટેસ્ટાના ગરબાની ઝલક બતાવી હતી. સૌરાષ્ટ્ર સાઉન્ડ બાય અર્જુન મેર તથા રિધમ ગૃપના ઈમરાન કાનીયા સુરમાં સુર પુરાવી નવા મધુબંસી અને છકડાના રાઉન્ડ માટે ખાસ તૈયારીઓ કરાવી હતી.
રાજકોટમાં સૌપ્રથમવાર એમ.આઇ.બાર એન્ટ્રી ગેટનાં આકર્ષક કોન્સેપ્ટ સાથે અબતક-સૂરભિ રાસોત્સવનું તા.15 ઓકટોબરથી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં ખેલૈયાઓનાં ફેવરીટ ડેસ્ટીનેશન તરીકે અબતક-સુરભિ રાસોત્સવની બોલબાલા વધતી રહી છે. મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્ડ, હાઇ ફાઇ સાઉન્ડસિસ્ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં જાજરમાન આયોજન માટે સિઝન પાસનું વેંચાણ શરૂ થઇ ચૂકયું છે. આયોજક સતીષભાઈ મહેતા, વિજયભાઈ વાળા, વિશુભાઈ વાળા, પંકજભાઇ સખીયા, ગૌરાંગભાઈ બુચ, નિલેશભાઇ પાઉં, હિરેનભાઈ અકબરી, જયેશભાઇ રાવરાણી, હિરેનભાઇ સોની, અશ્ર્વિન ભુવા, જીગર ભટ્ટ સહિતની ટીમ આ રાસોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર સાઉન્ડનાં સથવારે ઓરકેસ્ટ્રા જિલ એન્ટરટેઇન્મેન્ટનાં ધમાકેદાર પરફોર્મન્સને માણવા રાજકોટિયન્સમાં અબતક- સૂરભિ રાસોત્સવ-2023 ની ધમાકેદાર જાહેરાત થતાં જ ગજબનો ઉત્સાહ વર્તાઇ રહ્યો છે.