વાંકાનેરથી ઝડપાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપાયો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.22
મોરબી એસઓજી ટીમે નશીલા પદાર્થોના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાNDPS (Narcotic Drugs and Psychotropic Substances Act) કેસમાં લાંબા સમયથી ફરાર હતો.
- Advertisement -
એસઓજીની ટીમ જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરતા અને ગુના આચરીને નાસી છૂટેલા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના NDPS ગુનાનો આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા, જે વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારનો રહેવાસી છે, ત્યાં હાજર છે.
બાતમીના આધારે એસઓજી ટીમે ત્વરિત કાર્યવાહી કરી આરોપી સાહિલરઝાને વાંકાનેરથી ઝડપી લીધો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.



