જમ્મુ કાશ્મીરમાંથી વધુ એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીંના ડોડા જિલ્લામાં આભ ફાટ્યું છે. ગત રોજ અમરનાથ ગુફા નજીક વાદળ ફાટતા 16 લોકોના મોત થઈ ગયા હતા.
જમ્મુ કાશ્મીરમાંથી વધુ એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીંના ડોડા જિલ્લામાં આભ ફાટ્યું છે. જિલ્લાના ઠઠરીમાં આવેલા ગુંટી જંગલમાં આભ ફાટવાના કારણે નેશનલ હાઈવે પર કાદવ અને કીચડનો ઠઠારો થતાં કેટલાય વાહનો ફસાઈ ગયા છે. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ડોડા એસપી અબ્દુલ ક્યૂમે જણાવ્યું છે કે,સ્થાનિક પ્રશાસને રાષ્ટ્રીય રાજમાર્ગ પર જામેલા કાટમાળ હટાવીને રસ્તો ખોલી દીધો છે. થોડી વાર માટે હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. જો કે, વાહનવ્યવહાર માટે હવે તેને ખોલી દેવામાં આવ્યો છે.
- Advertisement -
તેમણે જણાવ્યું હતું કે, પહાડથી પાણી પડવાની સાથે સાથે માટી અને પથ્થર પણ પડ્યા, જેના કારણે રસ્તા પર ભારે જામ થઈ ગયો હતો. જેનાથી અવરજવર પણ બાધિત થઈ હતી. ઘટના શનિવારે સવારે લગભગ 3 વાગ્યાની આજૂબાજૂની છે. વાદળ ફાટવાના કારણે અચાનક પાણીનો વહેણ પહાડમાંથી નીચે આવ્યા, જેના કારણે ગામડામાંઓ પુરની સ્થિતિ ઉત્પન્ન થઈ. અહીં આર્મી કેમ્પ પણ આવેલો છે. આ ઘટનામાં હાલમાં તો કોઈ મોતના સમાચાર આવ્યા નથી. પહાડમાંથી પાણી પડવાના કારણે કેટલાય ઘરો પાણીમાં દટાઈ ગયા છે.
#WATCH जम्मू-कश्मीर: आज सुबह करीब 4 बजे डोडा गुंटी वन में बादल फटने से ठठरी के ठठरी कस्बे में बाढ़ आई। किसी की मृत्यु की सूचना नहीं है। बादल फटने से कई वाहन मिट्टी में धंसे और हाईवे भी बंद हुए जिसको खोलने का कार्य किया जा रहा है। pic.twitter.com/lU8bRv3fLt
— ANI_HindiNews (@AHindinews) July 9, 2022
- Advertisement -
ગત રોજ અમરનાથ ગુફા નજીક આભ ફાટ્યુ, 16 લોકોના મોત, રાહત અને બચાવ કાર્ય હજૂ પણ ચાલું
દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે અને લગભગ 16 જેટલા લોકોના મોત પણ થયા છે. એક અધિકારીએ તેની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં લગભગ 40 જેટલા લોકો ગાયબ છે. જ્યારે છ જણાને આજે સવારે બચાવી લેવાયા છે. ગત રોજ અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાના કારણે ભારે માત્રામાં પાણી નીચે વહી રહ્યું હતું. પોલીસ તથા એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેટલાય ટેંટ તથા સામૂહિક રસોઈ ઘર તૂટી ગયા છે.