તામિલનાડુ, હરિયાણા, આસામ, પંજાબ, મણીપુર અને તેલંગણા વૅક્સિનના બગાડમાં પ્રથમ નંબરે: હરિદ્વારમાં 11 હજાર ડોઝ બાતલ થયા.
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાના વધતાં કહેર સામે દેશભરમાં વેક્સિનેશનની કામગીરી જંગી ધોરણે સરકાર દ્વારા આરંભી દેવામાં આવી છે. ત્રીજી લહેરની શરૂઆત થવાની છે તે પહેલાં દરેક ઉંમરના લોકોમાં વેક્સિનેશન થઈ જાય તે માટે સરકાર તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજીબાજુ દેશભરમાં કોરોના વેક્સિનની આશરે 6.5 ટકા બરબાદ થઈ રહી છે જે અંગેનો ડેટા કેન્દ્ર સરકારે મેળવ્યો હતો.
દેશમાં અત્યાર સુધી 18 કરોડ વેક્સિન આપવામાં આવી છે તો બીજીબાજુ હરિયાણામાં 2.29 લાખ લોકોને આપવામાં આવતી રસી બરબાદ થઈ છે.
વેક્સિનના બગાડમાં તામિલનાડુ, હરિયાણા, આસામ, પંજાબ, મણિપુર અને તેલંગણા સૌથી આગળ છે ત્યારબાદ હરિદ્વારમાં પણ 11 હજાર ડોઝ બરબાદ થતાં સરકારમાં ચિંતાનો વિષય બન્યો છે.રાજકોટમાં પણ વૅક્સિનના ડોઝનો બગાડ.
રાજકોટમાં પણ 150થી 200 વેક્સિનના ડોઝનો બગાડ એટલે કે 2 ટકા વેક્સિનનો બગાડ થયો છે. આરોગ્ય કેન્દ્ર પર લોકો વેક્સિન લેવા ન આવતા હોવાના કારણે રોજનો બગાડ થઈ રહ્યો છે.