ત્રિપુરા વિધાનસભા ચુંટણી 2023 માટે આજે મતદાન થઇ રહ્યું છે. રાજ્યના 8 જિલ્લામાં કુલ 3337 બૂથ બનાવવામાં આવ્યા છે. જ્યાં સવારે સાત વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. વોટિંગ માટે બૂથ પર મતદાતાઓની લાંબી લાઇન જોવા મળી રહી છે. સુરક્ષાની કડક વ્યવસ્થાની વચ્ચે અહિં મતદાન ચાલી રહ્યું છે.
રાજ્ય ચુંટણી આયોગની તરફથી મળેલી માહિતી મુજબ, સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. આ ચુંટણીમાં કુલ 259 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં મુખ્ય મુકાબલો બીજેપી અને ડાબેરી-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે છે. ચુંટણી પૂર્વ પ્રચાર અભિયાન દરમ્યાન બંન્નેએ પોતાની જીતનો દાવો કર્યો છે. આ ચુંટણીમાં રાજ્યની 13.53 લાખ મહિલાઓ સહિત કુલ 28.13 લાખ મતદાતાઓ વેટ કરશે. વોટની ગણતરી 2 માર્ચના થશે. ત્રિપુરામાં ચાલુ મતદાનના આંકડાઓ સામે આવ્યા છે. સવારે 9 વાગ્યા સુધી ત્રિપુરામાં લગભગ 13 ટકા મતદાન થયું છે.
- Advertisement -
Urging the people of Tripura to vote in record numbers and strengthen the festival of democracy. I specially call upon the youth to exercise their franchise.
— Narendra Modi (@narendramodi) February 16, 2023
- Advertisement -
શરૂઆતના બે કલાકમાં 12.76 ટકા મતદાન
ત્રિપુરામાં મતદાનના શરૂઆતના આંકડા સામે આવ્યા છે. સવારના બે કલાકમાં 12.76 ટકા મતદાન થયું છે. કેટલાય જિલ્લામાં 13 ટકાથી વધારે મતદાન થયું છે. જ્યારે અગરતલ્લામાં મતદાન કર્યા પછી મુખ્યમંત્રી ડો. માણિક સાહાએ કહ્યું કે, રાજ્યમાં બીજેપીની સરકાર બનશે. લોકો સવારથી મતદાન કેન્દ્ર પહોંચીને પોતાનો મત આપી રહ્યા છે. અમારા માટે એ પડકાર છે કે દરેક ક્ષેત્રમાં શાંતિથી મતદાન થાય. શાંતિપૂર્ણ રીતે મતદાન થઇ રહ્યું છે પણ કેટલાક લોકો જરૂર પ્રયત્ન કરશે કે આમ ના થાય. રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર ફરીથી બનશે.
People queue up to cast their votes for #TripuraAssemblyElections2023. Visuals from polling booths number 54 in Gomati
Voting will begin at 7 am pic.twitter.com/2mHKj3UYrH
— ANI (@ANI) February 16, 2023
વડાપ્રધાન મોદીએ રેકોર્ડ મતદાનની અપિલ કરી
ત્રિપુરામાં મતદાન શરૂ થવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, ત્રિપુરાના લોકો રેકોર્ડ સંખ્યામાં મતદાન કરે અને લોકતંત્રના તહેવારને વધુ મજબૂત કરે. હું વિશેષ રૂપથી યુવાનોને મતદાન કરવા માટે અપિલ કરૂ છું.
#WATCH | Tripura CM Dr Manik Saha casts vote in Assembly elections, in Agartala pic.twitter.com/fHpvoCpe4r
— ANI (@ANI) February 16, 2023
બીજેપી અધ્યક્ષ નડ્ડાએ મતદાનની અપિલ કરી
વડાપ્રધાન મોદીની સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રિપુરાના લોકોને મતદાનની અપિલ કરી છે. તેમણે કહ્યું કે, હું બધા મતદાતાઓને લોકતંત્રના આ ઉત્સવમાં ભાગ લેવા અને ત્રિપુરા વિધાનસભા ચુંટણી માટે મતદાન કરવા અપિલ કરી છે. દરેક વોટ સુશાસન,વિકાસની યાત્રાને ચાલુ રાખવાની દિશામાં ગણવામાં આવશે અને એક સમુદ્ધ, ભ્રષ્ટાચાર મુક્ત ત્રિપુરા માટે નિર્ણાયક સાબિત થશે.