અમેરિકામાં એક મોટી ઝુંબેશ બાદ એબોર્શન માટેની ખાસ ટેબ્લેટ ‘મિફેપ્રિસ્ટોન’ પર પ્રતિબંધ લાદવાના એક સ્થાનીક કોર્ટના આદેશ પર દેશની સુપ્રીમ કોર્ટે ‘સ્ટે’ મુકી દીધો છે.
અમેરિકામાં દર વર્ષે લાખો મહિલાએ અનુવાંછીત ગર્ભાવસ્થા સાથે આ ટેબ્લેટનો ઉપયોગ કરે છે જે સલામત પણ છે પણ ટેકસાસની અદાલતે એ આ પ્રકારની દવાથી બાળ હત્યા થાય છે તે મુદાને આગળ ધર્યો અને દેશ વ્યાપી પ્રતિબંધ મુકી દીધો હતો.
- Advertisement -
મિફેપ્રિસ્ટોન અને ‘મિસોપ્રોસ્ટોલ’ એ બન્ને દવા 10 સપ્તાહ સુધીના ગર્ભના નિકાલ માટે ઉપયોગમાં લેવાય છે પણ એબોર્શન તે અમારો અધિકાર છે તે દાવા સાથે મહિલાઓ સડક પર ઉતરી હતી અને પ્રમુખ બાઈડને પણ આ મહિલાને સમર્થન આપ્યું અને અમેરિકી સુપ્રીમ કોર્ટમાં થયેલી અપીલ માન્ય રહેતા હવે ફરી આ દવા ઉપલબ્ધ બનશે.
જો કે બાઈડન માટે તો કહેવાયુ કે, તેણે 2024માં ફરી ચુંટાવા માટે આ પ્રકારે સમર્થન આપ્યું હતું.