ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.9
ટાંકીને બોમ્બે હાઈ કોર્ટે 28 વર્ષની મહિલાને 26 સપ્તાહનો ગર્ભ પડાવવાનો ઈનકાર કર્યો હતો. બાળકના પિતાને પણ આવા કેસમાં સામાજિક જવાબદાર બનાવતી યંત્રણાનો અભાવ હોવાનું પણ કોર્ટે નોંઘ્યું હતું. અરજદારે દાવો કર્યો હતો કે તે પતિ સાથે છૂટા છેડા લઈ રહી હતી ત્યારે તેના પુરુષ મિત્ર દ્વારા તે ગર્ભવતી થઈ હતી. જસ્ટિસ એએસ ગડકરી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે આ ગંભીર સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.
- Advertisement -
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે જૈવિક પિતાએ પણ સમાન જવાબદારી લેવી પડશે. કોર્ટે આ મામલે અસરકારક તંત્રના અભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે કાયદાકીય સ્વચ્છતાના હિતમાં ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં. મહિલાએ પોતાની અરજીમાં કહ્યું કે, ’હું મારી અનિચ્છનીય ગર્ભાવસ્થાને સમાપ્ત કરવા માંગુ છું. મારે ચાર વર્ષની પુત્રી પણ છે અને હું મારા પતિથી અલગ રહું છું. અમારી છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. મારા એક મિત્ર સાથે રિલેશનશિપમાં હતી અને તે દરમિયાન હું ગર્ભવતી થઈ ગઈ.’