ઘરેથી ગુમ થયેલી છાત્રા શિક્ષકના ઘરેથી મળી: શિક્ષકની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
જામનગર રોડ પર રહેતી ધો.9ની છાત્રા સાથે નચીકેતા સ્કૂલમાં શિક્ષક અભિષેક વિમલ પંડયાએ દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ પ્રકાશમાં આવતા આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. છાત્રા ફટાકડા ફોડવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી અને અપહરણની ફરીયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસ તપાસમાં છાત્રાને નચિકેતા સ્કૂલનો લંપટ શિક્ષક ભગાડી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખૂલતાં પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી હતી. જામનગર રોડ પર એક વિસ્તારમાં રહેતી અનેધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેના ઘરેથી માતાને ફલેટમાં નીચે ફટાકડા ફોડવા જવાનું કહી ગુમ થઈ હતી જે મામલે યુનિવર્સિટી પોલીસે અપહરણની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. જેમાં મૂળ જામકંડોરણાના દડળી ગામના નચીકેતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો છ માસથી સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતો અભિષેક વિમલ પંડયાએ છાત્રાનું અપહરણ કરી ગયો હોવાનું ખૂલતા પોલીસે અભિષેક પંડયાને તેના ફ્લેટમાંથી સગીરા સાથે ઝડપી લીધો હતો. લઇ તેની ધરપકડ કરી હતી તેમજ છાત્રા સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હોવાનું ખૂલ્યું હતું. લંપટ શિક્ષકે સગીર છાત્રાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યાનું ખૂલતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નચીકેતા સ્કૂલમાં શિક્ષક અભિષેક વિમલ પંડયાની ધરપકડ કરી હતી.