9 દિવસના પ્રિન્સ-પ્રિન્સેસે મેગાફાઇનલ રાઉન્ડમાં બોલાવી રાસની રમઝટ
પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ-ત્રણ સિનિયર અને જુનિયર વિજેતાની પસંદગી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં અબતક સુરભી દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ખેલૈયાએ ગ્રુપ જુનિયર પ્રિન્સ – પ્રિન્સેસ
– પારસ સોલંકી
– જાવીલ પરમાર
– આરુષ સોલંકી
– યાથા સંઘાણી
– વૃંદા ગોજિયા
– રીયા રાઠોડ
બી ગ્રુપ જુનિયર પ્રિન્સ – પ્રિન્સેસ
– વીર ચૌહાણ
– આરુષ
– કાવ્યા કારીયા
– ધાર્મી ધમાલ
– ધરમા ધરંગા
– હીરલ ડાભી
જુનિયર વેલડ્રેસ
– હિતેશ્વરીબા ઝાલા
– રાજવી બોરીચા
સિનિયર વેલડ્રેસ
– ભાર્ગવ સોરઠિયા
– નિરાલી ગુસાણી
એ ગ્રુપ સિનિયર પ્રિન્સ પ્રિન્સેસ
– ભાર્ગવ સોરઠિયા
– મયુર જોગરાજિયા
– વરુણ પટેલ
– રૂહેન સોલંકી
– જય વાઘેલા
– ભક્તિ પીપળિયા
– રુચી સુદાની
– સાક્ષી સુરેજા
– સુહાસી ગોસાઇ
– સાક્ષી બોઘરા
બી ગ્રુપ સિનિયર પ્રિન્સ-પ્રિન્સેસ
– રોહિત સોલંકી
– રાહુલ ચુડાસમા
– કૌશલ લાલકીયા
– ચેતન પરમાર
– શિવમ દુલાની
– અંજલી ગોગરા
– માધવી પટેલ
– ધરતી ગરોચ
– યશ્વી સંઘાણી
– હિરા ધીનોજા
ઓએ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસની રમઝટ બોલાવી અનોખો અનુભવ મેળવ્યો હતો તો આયોજકોએ પણ નવા સ્થળ પર ખૂબ જ યોગ્ય વ્યવસ્થા પૂર્ણ કરી હતી. મોટાભાગે ખેલૈયાઓ ગ્રુપમાં મન મૂકીને રાસે રમ્યા હતા. રોજ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ ખેલૈયાઓએ નવા નવા સ્ટેપ પર ગાયક કલાકારોના સૂર અને સાજિંદાઓના તાલે ગ્રાઉન્ડને રંગબેરંગી બનાવી દીધુ હતું. નવે નવ દિવસ શહેરના શ્રેષ્ઠી, સમાજના આગેવાનો, રાજનેતા અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખેલૈયાઓનો અનોખો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત આયોજક અને તેમની ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને કોઇ અગવડ ન પડે તે માટે અને વ્યવસ્થા પૂરી પાડવા પૂરા ખંતથી જહેમત ઉઠાવી હતી. આ સાથે જ નિર્ણયાકો દ્વારા પણ નિષ્પક્ષ અને પારદર્શક વલણ અપનાવી શ્રેષ્ઠ ખેલૈયાઓની પસંદગી કરી હતી. તેમજ આ તમામ શ્રેષ્ઠ ખેલૈયાઓને પ્રોત્સાહક અને લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. રાસોત્સવમાં વેલડ્રેસ ખેલૈયાઓને પણ લાખેણા ઇનામો આપી પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવ્યુ હતું.
‘અબતક સુરભી મીર્ચી રોક એન્ડ ઢોલમાં’માં ખેલૈયાઓ નવલા નોરતામાં નવે નવ દિવસ મનભરી ઝુમી ઉઠયા હતા. નવરાત્રિના પ્રારંભથી લઇને રોજે રોજ પ્રિન્સ-પ્રિન્સેસ તેમજ વેલડ્રેસ તરીકે અનેક ખૈલયાઓને પસંદ કરવામાં આવ્યા છે. જયારે બુધવારે નવરાત્રિના અંતિમ દિવસે નવ દિવસે બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ ગરબે ઘૂમી મેગા ફાઇનલ રાઉન્ડ રમ્યા હતા તેમાંથી પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતાને પસંદ કરવામાં આવ્યા હતા. પસંદ પામેલા વિજેતા એટલે પ્રિન્સ પ્રિન્સેસને લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. મેગા ફાઇનલમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ-ત્રણ સિનિયર અને જુનિયર વિજેતાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત વિજેતાઓને 10 બાઇક, એલઇડી ટીવી સહિતના લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા.
- Advertisement -