આટકોટ પોલીસ દ્વારા મકરસંક્રાતિના તહેવારની ઉજવણી સંદર્ભે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુ થી તેમજ સરકારની ગાઈડ લાઈન મુજબ તથા કલેકટર રાજકોટના જાહેરનામાની અમલવારી થાય તે માટે આટકોટ ના આગેવાનો તેમજ પતંગ, દોરીનો વેપાર કરનાર વિક્રેતા સાથે મિટિંગ રાખવામાં આવેલ હતી. જેમાં ઉપરોક્ત સૂચનાઓ તથા ગાઈડ લાઈનની માહિતી આપવામાં આવી હતી વેપારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આટકોટ પીએસઆઈ કે પી મેતા સરપંચ દેવશીભાઈ ખોખરીયા ગામમાં વેપારીઓ ગ્રામ પંચાયતના સભ્યો સહિતના ગામલોકો હાજરી આપી હતી
કરશન બામટા આટકોટ


