આટકોટના જુના પીપળીયા ગામે બંધ મકાનમાંથી ૭૦ હજારની રોકડની ચોરી
- Advertisement -
આટકોટના જૂના પીપળીયા ગામે તસ્કરો પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ૭૦ હજારની રોકડ ચોરી કરી ગયા હતાં.
મળતી વિગતો મુજબ જુના પીપળીયા ગામે રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતા રાજેશભાઇ મનસુખભાઇ પંડયાના બંધ મકાનના તાળા તસ્કરોએ તોડી અંદર પ્રવેશી કબાટનો લોક ચાવીથી ખોલી સિક્કાનું પરચૂરણ ૩૦,૦૦૦ રૂ. તથા ૪૦ હજારની જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ ૭૦,૦૦૦ની રોકડ ચોરી કરી ગયા હતાં. ફરીયાદી રાજેશભાઇ કર્મકાંડ માટે રાજકોટ ગયા હતાં અને તેના પરિવારજનો બહારગામ ગયા હોય બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ઘર સાફ કરી ગયા હતાં. આ અંગે અજાણ્યા ઇસમો સામે ફરીયાદ થતાં આટકોટના પીએસઆઇ. કે.પી. મેતાએ તસ્કરોનું પગેરૂ દબાવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
- Advertisement -
કરશન બામટા આટકોટ


