ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્ર્વ માંગલ્ય સભા રાજકોટ મહાનગર દ્વારા ખાસ કૃષ્ણ જન્મોત્સવ ઉજવણીના ભાગરૂપે ‘આરતી થાળી શણગાર સ્પર્ધા’નું આયોજન સંસ્થાના રાજકોટ મહાનગર સંયોજિકા દિપ્તીબેન ટિપરેના માર્ગદર્શન હેઠળ તથા સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજિકા ડો. ગીતાબેન રાઠોડની અધ્યક્ષતામાં કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત સહસંયોજીકા પારૂલ દેસાઈ દ્વારા કરવામાં આવેલું હતું. વિજેતાઓ: પ્રથમ પૂજાબેન શેઠ, દ્વિતિય ધારાબેન ગાંધી અને તૃતીય સીમાબેન રૂઘાણીને વિશ્ર્વ માંગલ્ય સભા રાજકોટ મહાનગર દ્વારા ઇનામો આપવામાં આવેલ હતા તેમજ અર્પણ હાયજીનના પુજાબેન દેસાઈ દ્વારા તમામ ભાગ લેનાર સ્પર્ધકોને ઈનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્ર્વ માંગલ્ય સભાના હેતુ અને કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જ્યોતિબેન માંડલિયા (સચિવ), શીતલબેન જાની (સહસચિવ) તેમજ દર્શનાબેન દોમડિયા (સભ્ય) તેમજ તમામ સ્પર્ધકોએ જહેમત ઉઠાવી હતી.