કાલે રાજકોટ એન્જિનિયરિંગ એસો. ઓડિટોરિયમ હોલમાં કાર્યક્રમ: આપના નેતાઓ ઉમટી પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આમઆદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં વિદ્યાર્થી પાંખનું રિલોન્ચિંગ કરવામાં આવશે, જેમાં સીવાયએસએસને રિલોન્ચ કરીને એ.એસ.એ.પી. એસોસિએશન ઓફ સ્ટુડન્ટ્સ ફોર ઓલ્ટરનેટિવ પોલિટિક્સ કરવામાં આવશે. જેને દિલ્હી, પંજાબી, હરિયાણામાં લોંચ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કક્ષાનું લોન્ચિંગ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના હસ્તે તા. 10મી સપ્ટેમ્બર બુધવારના રોજ સવારે 11-00 કલાકે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ઓડિટોરિયમ હોલ, ભક્તિનગર સ્ટેશન પાસે, રાજકોટ ખાતે યોજવામાં આવશે. આ વિદ્યાર્થી સંગઠનનો હેતુ વિદ્યાર્થીઓને વૈકલ્પિક રાજકારણની મુખ્ય ધારામાં જોડવાનો છે, તેમના પ્રશ્ર્નો, શિક્ષણ, રોજગાર, સમાન તકો અને સુશાસન માટે સશક્ત અવાજ ઉભો કરવાનો, વિદ્યાર્થી શક્તિને મજબૂત બનાવીને દેશને આગળ લઈ જવામાં સહભાગી બનવાનો છે.